Nawanagar Time
ગુજરાત જામનગર

ગુજકેટની પરીક્ષામાં ફોટો ID ફરજિયાત

photo-id-mandatory-for-gujcet-exam

જામનગર:-ગુજકેટની પરીક્ષા માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પુર્ણ થઈ ગયુ છે અને ચૂંટણીને લઈને પરીક્ષા 23 એપ્રિલને બદલે 26મી એપ્રિલે લેવાનાર છે ત્યારે પરીક્ષાના ફોર્મમાં સુધારા માટે બોર્ડે 23 માર્ચ સુધીની મુદ્દત આપી છે.જ્યારે બોર્ડે આ વખતની ગુજકેટમાં બોર્ડ દ્વારા અપાતુ સ્ટુડન્ટ આઈડી અથવા અન્ય ફોટો આઈડી ફરજીયાત  છે. આ વર્ષે અનેક કારણોસર ગુજકેટની પરીક્ષા તારીખમાં ચાર વખત ફેરફાર કરાયો છે.અંતિમ ફેરફાર મુજબ 26મી એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટ લેવાનાર છે.ધો.12 સાન્યસના એ ગુ્રપ,બી ગુ્રપ અને એબી એમ ત્રણેય ગુ્રપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ લેવાશે અને રાજ્યની ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ ફરજીયાત છે.આ વર્ષે ગુજકેટ માટે 1.35 લાખ જેટલા  રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન ગત મહિને પૂર્ણ કરી દેવાયુ છે પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મમાં વિદ્યાર્થીએ કોઈ પણ વિગતો સુધારવી હોય તે માટે બોર્ડે 23મી માર્ચ સુધીની મુદ્દત આપી છે.જ્યારે બોર્ડ દ્વારા આજે કરાયેલા પરિપત્ર મુજબ વિદ્યાર્થીએ ગુજકેટની પરીક્ષામાં બોર્ડે આપેલ સ્ટુડન્ટ આઈડી કાર્ડ અથવા અન્ય ફોટો આઈડી લાવવુ  છે.મહત્વનું છે કે મૂળ વિદ્યાર્થીને જગ્યાએ અન્ય કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે અને રીસિપ્ટમાં છેડછાડ કરીને અન્ય કોઈ ડમી વિદ્યાર્થી પરીક્ષા ન આપે તે માટે સ્ટુડન્ટ આઈડી અથવા ફોટો આઈડી ફરજીયાત કરવામા આવ્યુ છે.

Related posts

ભાજપ સરકારે 13.43 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન વેચીનાંખી

Nawanagar Time

શરમ કરો સત્તાધીશો…વોર્ડ નં.9માં મંદિરોની બહાર જ ગંદકીનું સામ્રાજય

Nawanagar Time

બર્ડ ફલૂ: ખીજડિયા અભ્યારણમાં મૅગા સૅમ્પલ અભિયાન

Nawanagar Time

Leave a Comment