Nawanagar Time
ગુજરાત

PMOના PRO જગદીશ ઠક્કરનું નિધન, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે….

Jagdish-Thakkar-nawanagar-time

વડાપ્રધાને ટ્વિટ કરીને જગદીશ ઠક્કરની વિદાય પર શોક વ્યક્ત કરી પરિવાર અને સગાસંબંધીઓને સહાનુભૂતિ વ્યક્ત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ તેમજ તેમના જનસંપર્ક અધિકારી (PRO) જગદીશ ઠક્કરનું નિધન થયું છે. જગદીશ ઠક્કર વર્ષ 2001થી મોદીના પીઆરઓ તરીકે કામ કરતા હતા. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે જગદીશ ઠક્કરને દિલ્હી બોલાવી લીધા હતા. જગદીશ ઠક્કરની ઉંમર 70 વર્ષ હતી.

મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની એઇમ્સ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. તેમનું મોત મલ્ટી ઓગર્ન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું છે.

jagdish thakkar nawanagar time
jagdish thakkar nawanagar time

70 વર્ષના જગદીશ ભાઇ 1986થી ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા હતા. તેમણે ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. તેઓ સાદગી અને જોશીલા સ્વાભાવ માટે જાણીતા હતા.

જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગદીશ ઠક્કર તેમના પીઆરઓ હતા. મોદીનાં સૌથી નજીક અને વિશ્વાસપાત્ર લોકોની યાદીમાં તેમનું નામ આવે છે. કહેવાય છે કે દેશના પીએમ અને તેમના પીઆરઓ પણ ગુજરાતી હોય તેવું પહેલી વખત બન્યું હતું.

મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
PMOના પીઆરઓ જગદીશ ઠક્કરના નિધનથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. જગદીશભાઈ પીઢ પત્રકાર હતા. મેં વર્ષો સુધી તેમની સાથે કામ કર્યું છે. ગુજરાત અને દિલ્હીમાં તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તેઓ પોતાની સાદગી અને જોશીલી પ્રકૃતિ માટે જાણીતા હતા.

કોણ છે જગદીશ ઠક્કર
જગદીશભાઈ ઠક્કરનું મૂળ વતન ભાવનગર હતું. તેઓ 1966-67માં માહિતી ખાતામાં જોડાયા હતા. મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદીની મુલાકાતો, જાહેર કાર્યક્રમોની સ્પીચ તૈયાર કરવી, મીડિયા સાથેના સંપર્ક વગેરે કામોમાં જગદીશભાઈને ફાવટ આવી ગઈ હતી.

Related posts

આ ચૂંટણીમાં ઉમેદવાર હું નહીં, તમે બધાં છો: પૂનમબેન માડમ

Nawanagar Time

હાલારના મહેસૂલી કર્મચારીઓની આજે હડતાલ

Nawanagar Time

જામનગર મહાનગરપાલિકાએ કચરામાં નાખ્યા લાખો રૂપિયા

Nawanagar Time

Leave a Comment