Nawanagar Time
ગુજરાત જામનગર

જોડિયા પંથકમાં રેત માફિયાઓ પર તૂટી પડતી પોલીસ

police-breakdown-on-sand-mafia-in-twins-diocese

ખાણ-ખનિજ અને પોલીસના સંયુકત ઓપરેશનમાં 16 ડમ્પર, ર ટ્રેકટર સહિત ડઝન એક રેતી માફિયા ઝડપાયા

જામનગર:-જામનગર જિલ્લામાં રેતી ખનીજ ચોરીને લઈને બદનામ જોડિયા પંથકની અનેક ફરિયાદો બાદ આજે જામનગર ગ્રામ્ય ડીવીજન પોલીસ અને ખાણ ખનીજ તંત્રની  જુદી-જુદી ટીમોએ  નદીમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. તંત્રની વહેલી સવારની કામગીરીના પગલે ખનીજ ચોરોમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રએ ખનીજ ચોરી કરતા સોળ ડમ્પર અને બે ટ્રેકટર સહીત લાખો રૂપિયાની મશીનરી સાથે એક ડઝન સખ્સોને પકડી પાડ્યા છે. બીજી તરફ ખનીજ ચોરીનો તાગ મેળવવા તંત્ર દ્વારા માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

છેલ્લા ઘણા વર્ષોથી જોડિયા પંથકની ઊંડ નદીમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાની ફરિયાદો વ્યાપક બની છે. દેશની આવકમાં બાધારૂપ આ ખનીજ સંપદાની ચોરી અંગે તમામ જવાબદાર તંત્રે આંખ આડા કાન કરતા આજે ખનીજ માફિયા માલેતુજાર બની ગયા છે અને પોલીસ સહિતના કોઈ પણ તંત્રને ગણકારતા જ નથી. જવાબદાર તંત્ર  પોલીસ સહિતના તંત્રની મીઠી નજરના કારણે જ આ પ્રવૃતિ અને ખનીજ માફીયાઓને વેગ મળ્યો હોવાની આમ જનતામાં છાપ ઉભી થઇ છે ત્યારે ગ્રામ્ય ડીવાયએસપીની જવાબદારી હેઠળના આ વિસ્તારમાં એએસપી સંદીપ ચોધરી, પંચકોશી ‘એ’ ડિવિઝન, જોડિયા અને ધ્રોલ પોલીસે ખાણ ખનીજ ખાતાની ટીમને સાથે રાખી આજે વહેલી સવારે જોડીયાના બાદનપર  આવતા ઊંડ નદીના પટમાં ધમધમતી ખનીજ ચોરીને રોકવા માટે દરોડા પાડ્યા હતા.  તંત્રની જુદી જુદી ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીને લઈને ખનીજ ચોરી કરતા સખ્સોમાં દોડધામ મચી ગઈ હતી.

police-breakdown-on-sand-mafia-in-twins-diocese
police-breakdown-on-sand-mafia-in-twins-diocese

તંત્રએ નદીના પટમાં ગેર કાયદે ઉત્ખન્ન કરી રેતી ચોરી કરતા બાર સખ્સોને પકડી પાડ્યા હતા.. જયારે  ચોરીમાં ઉપયોગમાં લેવાતા લાખો રૂપિયાની કિમતના 16 ડમ્પર અને બે ટ્રેક્ટર સહિત અડધા કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તંત્રના દરોડાને પગલે અમુક ખનીજ ચોર નાશી જવામાં સફળ રહ્યા હતા. ખનીજ ચોરીના નેટવર્કને લઈને ખાણ ખનીજ તંત્રની ટીમે ખનીજ ચોરીનો ચોક્કસ અંદાજ મેળવવા માપણી અને સર્વે પ્રક્રિયા હાથ ધરી  ઊંડ નદીમાં તંત્રની ધોસના પગલે ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, બીજી તરફ જોડિયા પંથકમાં અન્ય જગ્યાએ ચાલતા ઉત્ખન્ન સ્થળોએ પણ ખનીજ માફીયાઓએ કામગીરી સંકેલી લીધી છે.

Related posts

JEEનું પરિણામ 30મીએ થશે જાહેર

Nawanagar Time

ચૂંટણીમાં ઈવીએમ કોરોના સ્પ્રેડ બને તેવી દહેશત: બેલેટ પેપેરનો ઉપયોગ કરો

Nawanagar Time

ખેતીના ત્રણેય નવા કાયદા ખાનગી કંપનીઓને ફાયદાકારક: પાલભાઈ

Nawanagar Time

Leave a Comment