Nawanagar Time
રાજકોટ

આલે.. લે.. પોલીસ કોન્સ્ટેબલ 10 હજારની લાંચ લેતા પકડાયો રંગે હાથ…

police constable corruption

આજીડેમ પોલીસ મથકનો કોન્સ્ટેબલ રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

સોમવારે આજીડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલને રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. મહેન્‍દ્રભાઈ ગંગદાસભાઇ પારખીયા નામના આ કોન્સ્ટેબલે જુગારના કેસમાં માર ન મારવા માટે લાંચ માગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

મળતી વિગત મુજબ સાતમ-આઠમના દિવસોમાં શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં જુગાર રમવા અંગેનો ગુન્હો નોંધાયો હતો. જેમાં માર નહીં મારવા માટે મહેન્‍દ્રભાઈ ગંગદાસભાઇ પારખીયા નામના કોન્સ્ટેબલે રૂ. 10,000ની લાંચ માગી હતી. જે-તે વખતે આ રકમ આપી ન હોવાથી પાંચ દિવસ પૂર્વે ફરી કોન્સ્ટેબલે દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી માર માર્યો હતો અને અગાઉના રૂ. 10000 આપી દેવા જણાવ્યું હતું. જેને પગલે આ કામના ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરાયો હતો.

એસીબીએ છટકું ગોઠવી આજીડેમ પોલીસ મથક નજીક આ કોન્સ્ટેબલને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રાજકોટમાં મુખ્યમંત્રીનું સજોડે મતદાન

Nawanagar Time

જામજોધપુરમાં બે, જોડિયામાં સવાઈંચ વરસાદ, આજી-3નો દરવાજો ખોલાયો

Nawanagar Time

શનિવારથી છ દિવસ સુધી બેંકો બંધ, બુધવારથી રાબેતા મુજબ

Nawanagar Time

Leave a Comment