Nawanagar Time
ગુજરાત જામનગર

બ્રાસ કારખાનામાંથી પિત્તળ ચોરી કરનાર પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

police-officers-who-stole-brass-from-the-brass-factory-were-arrested

જામનગર:-જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસપાર્ટના કારખાનામાં થયેલ ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખી એક આરોપીની ઘરપકડ કરી છે. પોલીસે આરોપીના કબ્જામાંથી તમામ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરમાં દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાંથી રૂપિયા 27600ની કિમતના 69 કિલો વજનના બ્રાસના તૈયાર માલની ચોરી થવા પામી હતી, આ બનાવ અંગે જામનગર એલસીબીએ તપાસ હાથ ધરી હતી જેમાં આ ચોરી મસીતિયા રોડ પર ભગવતી રેસીડેન્સીમાં રહેતા બિહાર રાજ્યના મોબરકપુરના વિક્કી શીવસંકર રામસનેહીએ આચરી છે એવી હકીકતોના આધારે પોલીસે પરપ્રાંતીય શખ્સને આંતરી લીધો હતો. પોલીસે આ સખ્સના કબ્જામાંથી તમામ ચોરાઉ મુદ્દમાલ કબજે કર્યો હતો અને ધરપકડ કરી પંચકોષી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

police-officers-who-stole-brass-from-the-brass-factory-were-arrested
police-officers-who-stole-brass-from-the-brass-factory-were-arrested

Related posts

જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં તબીબોની 22 જગ્યાઓ ખાલી

Nawanagar Time

જામનગરની એન્ટિક શિક્ષાપત્રી ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સ્થાપિત થશે

Nawanagar Time

વંચિત બાળકો દ્વારા માં તુજે સલામ સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

Nawanagar Time

Leave a Comment