Nawanagar Time
ગુજરાત જામનગર

‘ઉરી’ માટે પોલીસનો ખાસ શો

police-special-show-for-the-uri

જામનગર:-જામનગરમાં પોલીસ સ્ટાફ માટે આજે સાંજે 6-00 વાગ્યે ઉરી ફિલ્મનો શો ક્રિસ્ટલ મોલ ખાતે યોજવામાં આવશે.

આ ફિલ્મના માધ્યમથી ભારતીય સૈન્યએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક થકી કરેલાં આતંકીઓના ખાત્માથી પોલીસ જવાનોને માહિતગાર કરાશે. આ ફિલ્મમાં દેશભક્તિ અને ભારતીય સૈન્યનું કામગીરીનું નિરુપણ જોવા મળે છે. આ ફિલ્મને ઘણાં લોકોએ ભરપેટ વખાણી છે. પરિણામે આજે જામનગર એસ. પી. દ્વારા પોલીસ જવાનો માટે ખાસ શો ગોઠવવામાં આવ્યો છે. ક્રિસ્ટલ મોલમાં આવેલા આઇઓનેક્સ થિયેટરમાં સાંજે 6-00 કલાકે ઉરી ફિલ્મ પોલીસ જવાનો નિહાળશે.

Related posts

ઉકેલ વગરની સમસ્યાઓમાં ઘેરાયેલું જામજોધપુર ‘નગર’. ઉકેલ કરવો નથી કે થતુ નથી એ તમે વિચારો…!

Nawanagar Time

ક્ધયાઓને સ્વરક્ષણની તાલીમના નામે લાખોનું કૌભાંડ

Nawanagar Time

લોકડાઉનમાં પણ બેફામ પ્રદૂષણ ફેલાવતા દ્વારકા જિલ્લાના ઉદ્યોગો

Nawanagar Time

Leave a Comment