Nawanagar Time
ગુજરાત જામનગર

પોલિયો રવિવાર: જામનગરના 87 હજાર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા 917 ટીમ કામે લાગશે

polio-sunday-917-teams-will-be-employed-to-provide

જામનગર:-સમગ્ર દેશની સાથે જામનગર જિલ્લામાં 10મી માર્ચ રવિવારના દિવસે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના ટીપાં  રક્ષિત કરવામાં આવશે, જામનગર જિલ્લામાં કુલ 635 બૂથ અને 917 જેટલી ટીમ દ્વારા અંદાજીત 86901 જેટલા બાળકોને પોલિયો અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.

ઉપરોક્ત કામગીરીમાં પ્રથમ દિવસે બૂથ પર તથા તારીખ 11 અને 12 માર્ચે ઘરે-ઘરે ફરીને આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણ વાડીના કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવશે,  અંતર્ગત પોલિયો બેનર, પોસ્ટર, માઇક પ્રચાર દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે, તેમજ સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો અને લોક પ્રતિનિધિઓને ઉપરોક્ત પોલિયો અભિયાનમાં સહભાગી થવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. જે. બથવાર દ્વારા અપીલ કરવામા આવી છે, તેમજ દુર્ગમ વિસ્તારોમાં, વાડી વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં કોઈ  બાળક પોલિયોની રસીથી વંચિત ના રહે તે જોવા જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક દ્વારા જિલ્લા ની જાહેર જનતાને અનુરોધ કરેલ છે.

Related posts

ભાટિયામાં પૂનમબેન માડમના સમર્થનમાં અઢારે સમાજના આગેવાનોની બેઠક

Nawanagar Time

શનિવારે બાર એસોસિએશન દ્વારા 20મો રકતદાન કેમ્પ

Nawanagar Time

ટેસ્ટ વધારો, નહીંતર કોરોના ફાટી નીકળશે: વિપક્ષ

Nawanagar Time

Leave a Comment