Nawanagar Time
જામનગર

રાજકીય પક્ષોએ ઑનલાઈન પ્રચાર કરવો પડશે: ચૂંટણીપંચની ગાઈડલાઈન

જામનગર: જામનગર મહાનગર પાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારો શોધવા માટે કવાયત શરૂ કરી દીધી છે ત્યારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી પંચએ પણ ચૂંટણી યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દઇને આ વખતે આકરા જનસંપર્કના નિયમો સાથે ગાઇડ લાઇન જાહેર કરી છે જેમાં ખાસ કરીને રૂબરૂ જન સંપર્કના બદલે સોશ્યલ મીડીયાના માધ્યમથી પ્રચાર કરવાની સલાહ આપીને પ્રચાર-પ્રસાર માટે આ વખતે આકરા નિયમોનું પાલન કરવાની સુચના આપવામાં આવી છે ત્યારે રાજકીય પક્ષો કેટલુ પાલન કરે છે? તેવા સવાલો વચ્ચે આ ગાઇડ લાઇન કાગળ ઉપર ન રહે અને નેતા, ઉમેદવારો પાલન કરે તે ઇચ્છનીય છે તેવો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.

જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની એક સિક્કા પાલિકાની ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચારમાં વધુમાં વધુ પાંચ વ્યકિતઓ જ જઈ શકશે રોડ શોમાં પણ પાંચ વાહનના કાફલા પછી દો ગજ કી દૂરી રાખવી ફરજિયાત છે જાહેર સભા રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આ માટે એન્ટ્રી એકઝીટના પોઈન્ટ, મેદાન અગાઉથી નકકી કરવા પડશે સહિત અને મુદ્દાને આવરી લેતી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

દરમિયાન આ મામલે જામનગર કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ચૂંટણી પંચ દ્વારા નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી હોવાની વાતને સમર્થન આપ્યુ છે અને કોરોનાગ્રસ્તો માટે મતદાનની અલગ વ્યવસ્થા અંગે નિર્ણય લેવામાં આવશે. તેવું ઉમેર્યુ હતું તેમજ ચૂંટણીની તૈયારીઓ માટે ઇ.વી.એમ.ની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

વધુમાં આ વખતે કોરોના મહામારી ધ્યાનમાં રાખીને ચૂંટણી દરમિયાન સંક્રમણ વધે નહી તે માટે થર્મલગન, ફેસશીલ્ડ, થ્રી લેયર માસ્ક, એન-95 માસ્ક, હેન્ડ ગ્લોઝ, લીકવીડ સોપ, સેનેટાઇઝર સ્પ્રે, મુઝ એન્ડ ગ્લવઝ વગેરે સામાનની ખરીદી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખનું એલાન થઈ જતા ચૂંટણી માટે તંત્રએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે અને રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દી માટે બપોર પછી એક કલાક મતદાન માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે નેતાઓને પ્રચારમાં દૂરી રાખવા તાકીદ કરવામાં આવી છે. શહેર જિલ્લામાં કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી પરંતુ કેસ ઘટયા છે. આથી ચૂંટણી પંચે આકર નિયમ કર્યા છે.

સરકારની ગાઈડલાઈન પ્રમાણે જાહેર સ્થળોએ થુંકવા તેમજ પાન, ગુટકા, તમાકું ખાવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ચૂંટણીમાં દરેક કર્મચારીઓનું થર્મલ ગનથી તાપમાન માપવામાં આવશે. તેમજ માસ્ક, સાબુ, સેનેટાઇઝર, પાણીની વ્યવસ્થા કરવાની રહેશે ઉમેદવારોએ ચૂૂંટણી પ્રચાર શકય હોય ત્યાં સુધી ઈલેકટ્રોનિક, સોશિયલ મીડીયા મારફત કરવાનો રહેશે કોરોના ગ્રસ્ત ઉમેદવારો પ્રચારમાં સામેલ થઈ શકશે નહી તેવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.

Related posts

જામનગરમાં મોતનો સિલસિલો યથાવત: 24 કલાકમાં 16 મોત

Nawanagar Time

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

Nawanagar Time

ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

Nawanagar Time