Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

રાજકારણમાં આવીને લોકસેવા કરવી છે: રીવાબા જાડેજા

politics-has-to-come-and-go-rebaba-jadeja

ટિકિટ મંગાવી કે ચૂંટણી લડવી એ પ્રાયોરિટી નથી: સારા લોકોની રાજકરણમાં જરૂર હોઈ છે એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાતથી હું રાજકારણમાં આવી: પાકિસ્તાન સામેના હુમલાથી દેશભરમાં ખુશી છે અને એક મજબૂત નેશનની છબી વિશ્વભરમાં પ્રસ્થાપિત થઈ છે.

રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપ ટીમમાં જરૂર હશે અને મારુ સ્વપ્ન છે કે ભારત વર્લ્ડ કપ જીતે અને રવિન્દ્ર જાડેજા એક દિવસ વર્લ્ડ કપ ટ્રોફી લઈને જામનગર આવે

જામનગર:-આમતો રીવાબા જાડેજા  સુધીમાં  ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે વધુ જાણીતા હતા પણ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને  મળ્યા પછી તેમની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચા પણ ચાલતી હતી.પરંતુ 4 માર્ચના રોજ જયારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવ્યા તે પૂર્વે જ તેમને ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો અને વડા પ્રધાન સાથે ફરી  મિટિંગ પણ કરી. રાજકારણમાં હજુ શરૂઆત કરતા રીવાબા જાડેજાએ નવાનગર ટાઈમ સાથે કરેલી એક્સકલુઝિવ વાતચીતના અંશો અહીં પ્રસ્તુત કર્યા છે.

સવાલ:-રીવાબા, રાજકારણમાં અચાનક એન્ટ્રી કે પેહેલેથી જ ઈચ્છા હતી?

જવાબ:-અચાનક એન્ટ્રી કરી છે એવું પણ નથી.પણ રાજકારણમાં પ્રવેશ કરવો એવું પણ ન હતું. હકીકતમાં અમે નવેમ્બરમાં વડાપ્રધાનને  ગયા હતા ત્યારે તેમણે  કહ્યું હતું કે, રાજકારણમાં પણ સારા લોકોની જરૂર હોઈ છે.તો એ વાક્ય મને સ્પર્શી ગયું હતું  અને જે રીતે વડાપ્રધાને  દેશમાં રાજ કર્યું છે અને ભારતની એક મજબૂત નેશન અને મજબૂત નેતા તરીકેની છબી ઉપસાવી છે તેનાથી હું બહુ જ પ્રભાવિત પણ છું  અને મને   કે રાજકારણમાં આવું જોઈએ બસ આજે ભાજપમાં સામેલ થઈ ગઈ છું.

સવાલ:-શું તમે ભાજપનો એપ્રોચ કર્યો હતો કે ભાજપે તમારો એપ્રોચ કર્યો?

જવાબ:-હકીકતમાં ભાજપના જામનગર શહેર પ્રમુખનો કોલ આવ્યો હતો અને તેમણે  જણાવ્યું કે જો તમે રાજકારણમાં પ્રવેશવા ઈચ્છો તો શહેર ભાજપ તમને વેલકમ કરી રહ્યું છે.  શહેર પ્રમુખ અને એવી રીતે અમારે વાતચીત થઇ અને ત્યારબાદ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, સાંસદ પૂનમબેન અને  કૃષિમંત્રી આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં  ભાજપમાં પ્રવેશ કર્યો

સવાલ:-રાજકારણમાં તમારા પ્રવેશ અને વડાપ્રધાન મોદી જામનગર આવ્યા ત્યારે તમને ફરી એક વખત મળતાં  ગયા

જવાબ:-હા, ફરી એકે વખત મળવાનો મોકો મળ્યો હતો.જયારે  વિઝીટ દરમિયાન કાર્યક્રમ પૂરો થયો એટલે બેકસ્ટેજ માં મને બોલવામાં આવી હતી અને વડાપ્રધાને તુરંત જ સંભોધન પણ કર્યું કે “કેમ છો રીવાબા” એક નાનકડી મુલાકાત દરમિયાન પાર્ટીના  જોશભેર કામમાં લાગી જાવ તેવું કહ્યું.

સવાલ:-પણ અત્યારથી જ ટિકિટના દાવેદાર પણ બની ગયા

જવાબ:-રાજકારણમાં મારી હજુ શરૂઆત છે  મને લોકસેવા કરવાનું કામ ગમશે. હાલ મારી એવી કોઈ પ્રાયોરિટી નથી. પાર્ટી જે આદેશ આપે તે હું કરવા તૈયાર છું.

સવાલ:-પાકિસ્તાન પરના હુમલાના નિર્ણયને તમે કહી રીતે લો છો?

જવાબ:-દેશભરમાં રોષ  હતો અને જે રીતે  વડાપ્રધાને સેનાને છૂટ આપી અને વાયુસેનાના જાંબાઝ પાઇલોટે જે કામ કરી બતાવ્યું  દેશભરમાં એક એક નવું ઝનૂન પણ મળ્યું. વડાપ્રધાનના અને સૈન્યના આ જવાબથી ભારતભરમાં ખુશી છે.

સવાલ:-એક બાજુ તમારી ઈનિંગ્સ  રાજકારણમાં  શરૂ કરી છે શું રવિન્દ્ર જાડેજા સાથે આ અંગે વાત થઇ હતી.

જવાબ:-હા મેં એમની સાથે વાતચીત કરી હતી અને તેમણે મને ઘણો જ મોરલ સપોર્ટ પણ  છે. મને જણાવ્યું કે રાજકારણ તને ગમતું હોઈ અને જોઈન કરવું હોઈ તો કરી શકે છે. એમનો મને ખુબ જ સાથ રહ્યો છે.

સવાલ:-સાથોસાથ રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો વર્લ્ડકપ પણ નજીક આવી રહ્યો છે. શું ટીમમાં સ્થાન માટે આશાવાદી છો?

જવાબ:-રવિન્દ્રજી  જરૂર વર્લ્ડકપ ટીમમાં હશે અને  ટીમમાં જ નહિ પણ વર્લ્ડ કપ પણ જીતાડી લાવશે. હાલ તેનું ફોર્મ પણ સારું રહ્યું છે અને મારુ એક સ્વપ્ન છે કે આ વખતે ભારત વર્લ્ડ કપ જીતે અને રવીન્દ્રજી આ વર્લ્ડ કપ લઈને  એક દિવસ જામનગર આવે કારણ કે જામનગર પણ ભારતની ક્રિકેટની કર્મભૂમિ રહી છે.

સવાલ:-ફોર્મ  શું  કહેશો?

જવાબ:-ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પણ ફોર્મ સારું જ રહ્યું છે અને ચુસ્ત બોલિંગ પણ કરી છે અને તેની બેટિંગ અને ફિલ્ડિંગ પણ લાજવાબ રહી છે. અને તમે જોયું હશે કે છેલ્લા બે મેચ દરમિયાન તેમને ઓસ્ટ્રેલિયાના બે દિગજ્જ બેટધરને પોતાની ફિલ્ડીંગ વડે રનઆઉટ કરાવ્યા છે.આ વખતનો વર્લ્ડ  પણ ઈંગ્લેન્ડમાં  છે અને ત્યાં તમે જોયું હશે કે રવીન્દ્રજી નું પરફોર્મન્સ પણ બહુ જ સારું રહ્યું છે.

સવાલ:-તમારા માટે સૌથી યાદગાર સાઈટ કઈ હોઈ છે, જયારે રવિન્દ્ર વિકેટ લે છે કે જયારે 50 કે 100 કરે અને  બેટને તલવાર બાજીના રૂપમાં પ્રસ્તુત કરે છે?

જવાબ:-એક ઓલરાઉન્ડર  એટલે  એ વિકેટ લે ત્યારે પણ અનહદ ખુશી થતી હોઈ છે અને પણ બેટિંગ પણ પ્રિય છે અને એ હમેંશા બેટથી પણ પોતાના રન બનાવા માંગે છે અને જયારે 50 કે 100 કરે ત્યારે તે જે રીતે બેટ ઘુમાવે છે અને તલવારબાજી કરે છે તે સાઈટ બહુજ પ્રિય હોઈ  અને બધા રાહ પણ જોતા હોઈ છે.પણ સાથોસાથ જયારે ડાયરેક્ટ થ્રો રન આઉટ કરાવે છે તે સાઈટ પણ મને બહુ જ ગમે છે.

Related posts

ખેડૂતો માટે વધુ એક વખત અવાજ ઉઠાવતા વશરામભાઈ

Nawanagar Time

મતદાનનું કાઉન્ટ ડાઉન, ગણતરીની કલાકો બાકી

Nawanagar Time

વાયુ વાવાઝોડું કચ્છ તરફ, NDRF-BSF સ્ટેન્ડ ટુ

Nawanagar Time

Leave a Comment