Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારના 75 ગામડાંઓના ભૂગર્ભ જળ પ્રદૂષિત

polluted-underground-water-of-75-villages-of-hollar

જામજોધપુર, ભાણવડ, ધ્રોલ, જોડિયામાં તેનું પ્રમાણ વધુ: ફ્લોરાઈડ વાળા પાણી પીવાથી દાંત ઉપર અને હાડકા ઉપર સીધી અસર

જામનગર:-હાલારમાં  75  ગામડાઓના ભૂગર્ભ જળ પીવા લાયક નથી રહયાં, પીવાના પાણીમાં ફ્લોરાઈડની માત્રા એટલી વધુ ગઈ છે કે દાંત અને હાડકાંના રોગો થાય છે, જામનગર જિલ્લા આરોગ્ય તંત્રના સર્વેમાં આ વિગત બહાર આવી છે.

જામનગર જિલ્લાના તમામ ગામોના પાણીના સેમ્પલ ચેક કર્યા બાદ અને વિદ્યાર્થીઓના યુરિન સેમ્પલ ટેસ્ટ કર્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગે આંકડા જાહેર કર્યા છે. જેમાં આશરે 75 જેટલા ગામો છે જેમાં ખાસ જામજોધપુર, ભાણવડ, ધ્રોલ, જોડિયા માં તેનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલના બાળકોના યુરીનનું સેમ્પલ લઈ તેમાં ફ્લોરાઈડનું પ્રમાણ કેટલું છે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનયુક્ત પાણી પૂરું પાડી અને ચેપી રોગચાળો ન થાય તે માટે ગામડે ગામડે સેમ્પલિંગ કરી પ્રયત્ન શરુ કરાયા છે.  આ ઉપરાંત અમુક જે સોલિડસ છે તે પાણીમાં ભળી જાય છે, ફ્લોરાઈડ વાળા પાણી પીવાથી દાંત ઉપર અને હાડકાં ઉપર સીધી અસર થાય છે, ક્યારેક કિડની ફેઈલ પણ થઇ જાય છે. સ્થાયુઓને પણ અસર પહોંચાડે છે. જામનગર જિલ્લામાં છેલ્લા 7 વર્ષથી ફ્લોરિન ક્ધટેન્ટ કંટ્રોલ કરવાનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે  ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલના સાથ સહકાર લઈ અને ડેન્ટલ કોલેજ અને ડેન્ટિસ્ટમાં એટલે ફ્લોરિનની સીધી અસર દાંત પર થાય છે. ડેન્ટલ મોટલીંગ અને જી.જી.ના  ડોકટરો દ્વારા ગ્રામ્ય લેવલે કેમ્પ પણ કરવામાં આવે છે. ફ્લોરિનનું પ્રમાણ કંટ્રોલ કરવા માટે એલમ (ફટકડી) યોગ્ય પ્રમાણમાં નાખવામાં આવે તો ફ્લોરિડ ક્ધટેન્ટ ઓછું થઇ શકે, આ ઉપરાંત વાસ્મો, જિલ્લા પંચાયતમાં આવતા ગામોના સરપંચને આઈ.સી. કરવામાં આવી રહી છે. ઉપરાંત નિદાન કેમ્પ કરી ડેન્ટલ અને  હાડકાં પર અસર થાય અને સ્નાયુઓ પર અસર થાય તેના માટે કેમ્પો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ આમ છતાં જોઈએ તેવા નક્કર પગલાં નહીં લેવાતાં ગ્રામ્ય પ્રજાના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.

Related posts

ધો.10ના કંગાળ પરિણામ માટે નવી પરીક્ષા પદ્ધતિ જવાબદાર

Nawanagar Time

જી. જી. હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે હાલાકી

Nawanagar Time

‘તમે કલેકટર છો?’ જામજોધપુર હૉસ્પિટલના ડૉક્ટર અને લાલપુર પ્રાંત વચ્ચે શાબ્દિક ટપાટપી

Nawanagar Time

Leave a Comment