Nawanagar Time
ગુજરાત

મીઠાપુરમાં પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના ધામા

pollution-control-boards-premises-in-mithapur

ટાટા કેમિકલ દ્વારા ફેલાવાતા પ્રદૂષણની અનેક ફરિયાદ બાદ તંત્ર જાગ્યું

મીઠાપુર:-મીઠાપુર નજીક ટાટા  દ્વારા ફેલાવાતા પ્રદૂષણ મામલે અનેક ફરિયાદો બાદ અંતે ગુજરાત પૉલ્યુશન ક્ધટ્રોલ બૉર્ડ જાગ્યું છે અને અલગ-અલગ જગ્યાએ મૉનિટરીંગ મશીન ગોઠવી કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો કયાસ કાઢવા પ્રયાસ શરૂ કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મીઠાપુર નજીકના દેવપરા ગામે ટાટા કેમિકલ દ્વારા ફેલાવાતા પ્રદૂષણ મામલે અરજદાર દેવરામભાઈ વાલાભાઈ દ્વારા અનેક ફરિયાદો  ઉપવાસ આંદોલનનો કરવામાં આવતાં અંતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે. જીપીસીબીના અધિકારીઓ દ્વારા આરડીએસ દ્વારા પ્રદૂષણની માત્રા માપવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રદૂષણ માપક યંત્રો પણ ગોઠવી નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા મીઠાપુર નજીકના જૂદા-જૂદા વિસ્તારોમાં  ફેલાતા પ્રદૂષણના લૅબોરેટરી રિપોર્ટ કાઢવામાં આવશે અને ત્યાર બાદ આ રિપોર્ટને ગાંધીનગર વડી કચેરીએ મોકલવામાં આવશે. જો કે, પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા નમૂના લેવાની કામગીરીમાં પણ રાગ-દ્વેશ રાખવામાં આવતો હોય, અરજદાર દેવરામભાઈ વાલાભાઈએ અધિકારીઓ ઉપર કંપની સાથે સાંઠ-ગાંઠનો આક્ષેપ કરી આ મામલે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી આપી હતી.

Related posts

એસ્સારે કોલસો ચોર્યો! નયારા એનર્જીની ચોંકાવનારી ફરિયાદ

Nawanagar Time

સૌરાષ્ટ્ર તરફ આગળ વધતું વાયુ, કાંઠાળા વિસ્તારોમાંથી લાખો લોકોનું સ્થળાંતર

Nawanagar Time

બ્રાસપાર્ટ ઉદ્યોગમાં જીએસટી ચોરીનો પર્દાફાશ

Nawanagar Time

Leave a Comment