Nawanagar Time
ગુજરાત

ઓખા-દેહરાદૂન ટ્રેનને ભાટિયા સ્ટોપેજનો શુભારંભ કરાવતા સાંસદ પૂનમબેન માડમ

poonam-ben-madam-who-started-the-bhatia-stoppage-of-okha-dehradun-train

ખંભાળિયા:-પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનના ભાટીયા સ્ટેશને આયોજીત સમારોહમાં આજે શુક્રવારે સાપ્તાહિક ટ્રેન નં. 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસના સ્ટોપેજનો વિધિવત શુભારંભ સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યો

સમારંભના પ્રારંભમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર પી.બી. નિનાવે એ મુખ્ય અતિથિ તથા અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું તથા સાંસદ પૂનમબેન માડમ દ્વારા રેલ્વે સુવિધાઓ વધારવા માટે કરાઈ રહેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી, તેઓએ જણાવ્યું કે ટ્રેન નં. 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ હવેથી ભાટીયા સ્ટેશને સવારે 9.35 કલાકે આવશે તથા 9.36  ઉપડશે. આજ રીતે પરત ફરતા ટ્રેન નં. 19566 દેહરાદૂન – ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ભાટીયા સ્ટેશને સોમવારે બપોરે 14.14 કલાકે આવશે તથા 14.15 કલાકે ઉપડશે. પૂનમબેન માડમે આ પ્રસંગે  જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક લોકોની માંગણી હતી કે ઓખા – દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસને ભાટીયા સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે. જે  પૂર્ણ થયું છે. તેઓએ ભાટીયાના લોકોને અભિનંદન આપ્યા તથા જણાવ્યું કે આ સ્ટોપેજ થી સ્થાનિક રહેવાસીઓને સીધા દિલ્લી-હરીદ્વાર જવામાં ખૂબજ અ-નુકુળતા રહેશે..

poonam-ben-madam-who-started-the-bhatia-stoppage-of-okha-dehradun-train
poonam-ben-madam-who-started-the-bhatia-stoppage-of-okha-dehradun-train

Related posts

આધારકાર્ડની કામગીરી ઠપ, જિલ્લાભરમાં અનેક લોકોને સમસ્યા

Nawanagar Time

જામનગરમાં મહાપાલિકાની તવાઈ: ટ્યુશનના હાટડાં બંધ

Nawanagar Time

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં એક લાખ આરસી બુક પેન્ડીંગ

Nawanagar Time

Leave a Comment