Nawanagar Time
ગુજરાત જામનગર

જોડિયાની પીવાના પાણીની સમસ્યા નિવારવા પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરતા સાંસદ પૂનમબેન માડમ

poonam-madam-a-prominent-mp-of-the-pipeline-scheme-to-prevent-twin-drinking-water-problem

જામનગર:-જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જોડિયા ગામને પુરતા પાણીની સુવિધા મળી રહે તે માટે ઉંડ-2 ડેમના પાળા પરથી પાઇપલાઇન નાખવા તથા  હેઠવાસમાં કુવો બનાવી પાણી પુરવઠો પ્રાપ્ત કરવાના કામનું જામનગરના સાંસદના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, ઘર-ઘર સુધી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કાર્યશીલ છે. લોકોના જીવનમાં પાણીનું ખુબ જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના પ્રદેશો પાણીની અછત ભોગવી રહ્યા હોય  આ પ્રકારની કામગીરીથી લોકોને સિંચાઇ અને પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળાશે. આ કામ માટે સરકાર દ્વારા અંદાજીત રૂા.77.52 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે. તેમજ આ કામગીરી 6 માસની અંદર જ પુર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જોડિયા સરપંચ નયનાબેન વગેરે  તેમજ પાણી પુરવઠા વિભાગના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.

poonam-madam-a-prominent-mp-of-the-pipeline-scheme-to-prevent-twin-drinking-water-problem
poonam-madam-a-prominent-mp-of-the-pipeline-scheme-to-prevent-twin-drinking-water-problem
poonam-madam-a-prominent-mp-of-the-pipeline-scheme-to-prevent-twin-drinking-water-problem
poonam-madam-a-prominent-mp-of-the-pipeline-scheme-to-prevent-twin-drinking-water-problem
poonam-madam-a-prominent-mp-of-the-pipeline-scheme-to-prevent-twin-drinking-water-problem
poonam-madam-a-prominent-mp-of-the-pipeline-scheme-to-prevent-twin-drinking-water-problem

Related posts

જામનગર પ્રવેશ માટે ધસારો: ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ

Nawanagar Time

સચાણા, મોટા થાવરિયા અને લાલપુરના પડાણામાં કોન્ટેન્ટમેન વિસ્તાર જાહેર કરાયા

Nawanagar Time

પગાર લાખેણો તોય ભણાવવામાં રસ નથી! જામનગરના ડેન્ટલ કોલેજના પ્રિન્સિપાલની દાંડાઈ

Nawanagar Time

Leave a Comment