Nawanagar Time
ગુજરાત દ્વારકા

પૂનમબેન માડમને ઠેર-ઠેરથી પ્રચંડ જનસમર્થન

poonamben-madam-is-the-result-of-massive-mass-support

બેટ દ્વારકા, સૂરજકરાડી, આરંભડા, ઓખા, ભીમરાણા અને વરળાવામાં લોકસંપર્ક સાથે બેઠકોનો દૌર

દ્વારકા:-જામનગર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને ઠેર-ઠેુરથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. બેટ-દ્વારકા, સુરજકરાડી, આરંભડા અને ઓખા તથા ભીમરાણા સહિતના વિસ્તારોમાં લોકસંપર્ક દરમ્યાન  પૂનમબેન જ જીતશે તેવો લોકજુવાળ જોવા મળી રહ્યો છે.

દ્વારકા  મત વિસ્તારમાં ગઇકાલે આખો દિવસ પ્રચાર પ્રસાર તથા લોકસંપર્ક અને સ્થાનિકજનો સાથે બેઠકો યોજીને પત્રકારો સાથે વાતચિત કરતા પૂનમબેન માડમએ જણાવ્યું હતું કે ઓખાથી આમરણ સુધીનો જામનગર લોકસભાનો મત વિસ્તાર આવેલો છે એટલે જ બેટ દ્વારકા ખાતે થતી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે ભગવાન કૃષ્ણ પણ એક સફળ રાજનેતા  અને આજે બેટ દ્વારકાની ભૂમિ ઉપર થતી ચૂંટણી પ્રચારનું કાર્ય શરૂ કરતાં ખુશી અનુભવુ છું.

એક દીકરી તરીકે પ્રજાના ખુબ જ આર્શિવાદ મળ્યા છે અને સારી અનુભુતિ તથા પ્રજાજનોનો ઉત્સાહ તથા સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સહકાર એ જ બતાવે છે કે ભાજપ ચોકસ વિજયી બનશે.

poonamben-madam-is-the-result-of-massive-mass-support
poonamben-madam-is-the-result-of-massive-mass-support

નરેન્દ્ર મોદીના શ્રેષ્ઠ ભારત  નવુ ભારતના સંકલ્પ જરૂર પુરો થશે અને બેટ દ્વારકાધીશના આર્શીવાદ પ્રસાદીરૂપી મળશે. દ્વારકાનો વિસ્તારએ ભારતના પશ્ર્વિમ કિનારાનો છેવાડાનો વિસ્તાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આ વિસ્તાર થતી ખુબ જ પરિચિત હોય જેથી દ્વારકા વિસ્તારના પ્રાણપ્રશ્ર્નો બેટ દ્વારકાને સિગ્નેચર બ્રીજ, મોજપ ખાતે મરીન કમાન્ડો સેન્ટર, દ્વારકા યાત્રાધામને હૃદય યોજના તળે  અને સુવિધાઓ તથા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે શિવરાજપુર બીચ સહીતની યોજના છેલ્લા પાંચ વર્ષના ભાજપ શાસકમાં કાર્યરત કરવામાં આવી છે જેના આ વિસ્તારનો વિકાસ અને દરીયાઇ સરહદની સુરક્ષામાં વધારો થશે.

પૂનમબેનને ટિકિટ મળી એટલે ભૈયો ભૈયો

ચૂંટણી યાત્રાના પ્રવાસ દરમ્યાન બેટ દ્વારકા ખાતે પત્રકારો સાથે મુલાકાતમાં પબુભાએ જણાવ્યું હતું  સંરક્ષણની દ્રષ્ટિએ દ્વારકા વિસ્તારથી કરાચી બંદર સમુદ્ર માર્ગ ખુબ જ નજીક છે અને તેમાં પણ બેટ દ્વારકા મંદિર થયુ ઉપર ઓલ ભગવાન દ્વારકાધીશજીનું નિવાસસ્થાન છે જેમની સુરક્ષા અને વિકાસ માટે નરેન્દ્રભાઇ મોદી ખુબ જ ચિંતિત છે અને હવે પૂનમબેનને ટિકીટ મળી એટલે દ્વારકા વિસ્તારમાં ભૈયો ભૈયો થઇ થયું છે.  વિસ્તારમાં પૂનમબેન વિજયી બનાવવા એક ઉત્સાહનું વાતાવરણ છે.

Related posts

શિક્ષણ થયું મોંધુ- પાઠ્ય પુસ્તકના ભાવમાં નોંધપાત્ર વધારો

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં 5585 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચી

Nawanagar Time

ગેરકાયદેસર દબાણના પાપે ભાટિયા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા

Nawanagar Time

Leave a Comment