Nawanagar Time
ગુજરાત જામનગર

મિ. કુંભારાણા !ગરીબ બાળકો ધૂમાડાવાળો તો ઠીક, વાસી ખોરાક આરોગે છે !

poor-children-smokey-food-is-okay-butstale-food

મઘ્યાહ્ન ભોજનમાં બાળકોને ગરમા ગરમ ખોરાકને બદલે ટાઢો બરફ જેવો ખોરાક પીરસાઇ છે

જામનગર:-જામનગર શહેરમાં મઘ્યાહન ભોજન યોજના હેઠળ ગરીબ બાળકોના સ્વાસ્થ્ય સાથે સરાજાહેર ચેડાં થઇ રહયા છે ત્યારે મઘ્યાહન યોજનાના મુખ્ય જવાબદાર અધિકાર એવા ડે. કમિશ્નર મુકેશ કુંભારાણા બાળકોની હાઇજેનીક ખોરાક મળે  વ્યવસ્થા કરવાને બદલે હાલમાં જે વ્યવસ્થા ચાલી રહી છે તે વ્યવસ્થાનો લુલો બચાવ કરવા મેદાને આવ્યા છે… આ સંજોગોમાં મીસ્ટર કુંભારાણા તમે સાંભળી લો જામનગરના ગરીબ બાળકો ફકત ધુંમાડાવાળો જ ખાઇ નથી રહયા પરંતુ વહેલી સવારે રંધાયેલો વાસી ખોરાક પણ ખાઇ રહયા હોવાના ચોંકાવનારા પુરાવા ‘નવાનગર ટાઇમ’ને હાથ લાગ્યા  અગાઉ મઘ્યાહન ભોજન યોજનામાં 15 હજાર બાળકો માટે ત્રણ રસોડે રસોઇ થતી હતી પરંતુ બાળકોના મોઢામાંથી કોળીયા છીનવી રોકડી કરવામાં માહેર લોકોએ ત્રણની બદલે એક રસોડાંમાં અને એ પણ ચુલા ઉપર રસોઇ બનાવવાનો તઘલખી નિર્ણય લેતાં હાલમાં વહેલી સવારે મઘ્યાહન ભોજન યોજનાના એક જ રસોડે 15 હજાર બાળકો માટે  બને છે જે બપોરે 12-30 વાગ્યા બાદ બાળકોને પીરસવામાં આવી રહયું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં ગૃહિણીઓને ચુલાના ધુંમાડા ખાતી બંધ કરવા ઉજ્જવલા યોજના હેઠળ ઘેર ઘેર ગેસના બાટલા આપવાનું શરૂ કર્યું છે અને આંગણવાડીઓમાં પણ ગેસ કનેકશનો ઉપલબ્ધ કરાવ્યા છે ત્યારે મઘ્યાહન ભોજનના રસોડા માટે પણ ગેસના  પર રસોઇ બનાવવાની જોગવાઇ છે અને જામનગરની વાત કરીએ તો 10 વર્ષ અગાઉ ગેસ કનેકશન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને ગેસ કનેકશનો મંજુર થઇ ગયા હોવાનું પણ મઘ્યાહન ભોજનના સુપરવાઇઝર ધીરજલાલ ઝાલા જણાવી રહયા છે તો બીજી તરફ એસી ઓફિસમાં બેસી માલ બનાવવાનું કામ કરતાં અધિકારીઓ જાણે  જાણતા ન હોય તે રીતે પાંગળા બચાવ કરી જગ્યા સાંકળી પડતી હોવાથી મગબાફણાં (લાકડાં) નો ઉપયોગ કરી ચુલા ઉપર રસોઇ કરવામાં આવી રહી હોવાની લીપાપોતી કરી રહ્યાં છે.

મીસ્ટર કુંભારાણા તમે એક વખત મહાનગરપાલિકાના મઘ્યાહન ભોજન યોજનાના રસોડાંની મુલાકાત લો અને દિવાલ ઉપર હાથ ફેરવો અથવા તો અહીં રસોઇ  રસોયાના દિલની વાત સાંભળો તો તમને ખબર પડે કે સાંકડી જગ્યામાં ચુલા ઉપર રસોઇ બનાવી કેટલી મુશ્કેલ છે આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, બાળકોને ધુંમાડાવાળો ખોરાક નુકશાન કરે કે ન કરે પરંતુ અહીં રસોઇ બનાવવાનું કામ કરતાં રસોયાના સ્વાસ્થ્યને તો આ ધુંમાડો કોરી ખાઇ રહયો છે. જો તેના  ચકાસણી કરવામાં આવે તો ચોકકસપણે ચોંકી જવાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, મઘ્યાહન ભોજન યોજનાના આ સેન્ટ્રલ રસોડાંમાં સીન્ટેક્ષના પ્લાસ્ટીકના ટાંકામાંથી જ રસોઇમાં પાણી વાપરવામાં આવી રહયું છે ‘નવાનગર ટાઇમ’માં આ અંગે સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ થતાં જ કટઘરામાં આવી ગયેલાં ડે. કમિશ્નર મુકેશ કુંભારાણા એવો બચાવ કરી રહયા છે  રસોડાંમા કોઇ ટાંકા જ નથી અને જે પ્લાસ્ટીકના ટાંકા છે તે વાસણ સાફ કરવા માટે છે તો ‘નવાનગર ટાઇમ’ ડે. કમિશ્નર માટે રસોડાંમાં જ મુકવામાં આવેલી પ્લાસ્ટીકની સીન્ટેક્ષની ટાંકીના ફોટા રજૂ કરી રહી છે જો બેતાલા ન ચડાવ્યા હોય તો ચડાવીને એક વખત જરૂર જોઇ લેજો કે આ પાણી  કહી શકાય કે નહીં ?

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, એક તરફ ધુંમાડા મુકત અને સ્વચ્છ ભારતની વાતો થઇ રહી છે ત્યારે જામનગરમાં તો ભારતના ભવિષ્ય એવા બાળકોના આરોગ્ય સાથે સરાજાહેર ખીલવાડ થઇ રહયો છે અને આવી બેદરકારી જયારે ચોથી જાગીરમાં ઉજાગર થાય ત્યારે અસરકારક પગલાં ભરી  આરોગ્ય સુધરે તેવી કોશીષ કરવાને બદલે જવાબદાર અધિકારી એટલે કે ડે. કમિશ્નર મુકેશ કુંભારાણા લીપાપોતીમાં લાગી ગયા છે જે દર્શાવે છે કે, મહાનગરપાલિકાના ડે. કમિશ્નરને ગરીબ બાળકોના સ્વાસ્થ્ય કરતાં પોતાની સત્તા વધારે વ્હાલી છે.

Related posts

રૂા.સવા ત્રણ કરોડના ખર્ચે ટાઉનહૉલની કાયાપલટ થશે

Nawanagar Time

તાલુકા ભાજપ સંગઠન પર્વની બેઠક સંપન્ન

Nawanagar Time

ઈ-સ્માર્ટ એનર્જી કંપની સામે કોર્પોરેશને કર્યો શરતભંગનો કેસ

Nawanagar Time

Leave a Comment