Nawanagar Time
ગુજરાત જામનગર

ગરીબ બાળકોને નાસ્તો અને ભોજન એક સાથે !

poor-children-snacks-and-meals-together

સરકારના નિયમનો ઉલાળિયો: મઘ્યાહ્ન ભોજન યોજનામાં ડે.કમિશ્નર કહે છે નાસ્તો, ભોજન અલગ દેવાય છે, શિક્ષક-હેલ્પર કહે છે બન્ને સાથે આપીએ છીએ

જામનગર:-જામનગર શહેરમાં મઘ્યાહન ભોજન યોજનાના રાજય સરકારના નિયમનો ઉલાળ્યો કરી ગરીબ બાળકોને તંદુરસ્ત બનાવવા માટે નાસ્તો અને ભોજન બન્ને અલગ-અલગ આપવાના બદલે બન્ને એક સાથે આપવામાં આવી રહ્યા હોવાનું ચોંકાવનારો ખુલાસો  છે. જો કે, લીપાપોતીમાં માહિર એવા જામનગર મહાનગરપાલિકાના ડે. કમિશ્નર અને મઘ્યાહન ભોજન યોજનાના કર્તાહર્તા સમાહર્તા મુકેશ કુંભારાણા જૂઠ પે જૂઠ બોલી નાસ્તો અને ભોજન અલગ આપવામાં આવતા હોવાનો ખુલાસો કરી રહયા છે, તો સામાપક્ષે આ નાસ્તો પીરસનાર હેલ્પર અને શાળાના શિક્ષક સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, નાસ્તો અને  એક સાથે આપવામાં આવે છે.

જામનગરમાં શાળામાં ભણતા ગરીબ બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને પૌષ્ટીક આહાર મળી રહે તે માટે લખલૂંટ ખર્ચ કરી રહી છે પરંતુ ખાટલે મોટે ખોટી ખોટ હોવાને કારણે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ બાળકોને તંદુરસ્ત બને કે ન બને પરંતુ માંદા અવશ્ય બને તેવા ખેલ કરી રહયા છે.  15 હજાર બાળકો માટે અલગ-અલગ ત્રણ રસોડાં ધમધમતાં હતા તેને બંધ કરાવી બાળકોને ચુલાની અને વાસી રસોઇ ખવડાવવા મહાનગરપાલિકાના બુદ્ધિશાળી અધિકારીએ એક જ રસોડું ચાલુ કર્યું છે જયાં મગબાફણાં એટલે કે ચુલામાં લાકડાં નાંખી ધુંમાડાથી ભરપુર ભોજન બાળકોને આપવામાં આવી રહ્યું છે અને ગરીબ બાળકો મુંગા મોઢે આવું ભોજન  રહયા છે.

poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together

બીજી તરફ ‘નવાનગર ટાઇમ’માં પ્રસિદ્ધ થયેલાં સચિત્ર અહેવાલને પગલે વિચલીત થયેલા મઘ્યાહન ભોજન યોજનાના ડે. કમિશ્નર મુકેશ કુંભારાણા બચાવની ભૂમિકામાં આવી ગયા છે અને જગ્યાના અભાવે ગેસને બદલે ચુલા પર રસોઇ કરાંતી હોવાનું જણાવી રહ્યા છે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે હજારો બાળકો માટે વહેલી સવારે  બનવાનું શરૂ થાય છે અને આ ભોજન બાળકોની થાળીમાં 12-00 વાગ્યે આવે છે. પરિણામે ગરીબ બાળકોના પેટમાં ગેસ થઇ જાય છે !

એથી પણ આશ્ર્ચર્યની વાત તો એ છે કે ગરીબ બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે અને તંદુરસ્ત બની રહે તે માટે સવારે નાસ્તો અને બપોરે ભોજન એમ બે  મેનુ અલગ-અલગ સમયે આપવા નિયમ બનાવ્યો છે પરંતુ અહીં તો અંધેર નગરી અને ગંડુરાજા જેવી સ્થિતી વચ્ચે બાળકોને નાસ્તો અલગ આપવાને બદલે બપોરે એક જ પ્લેટમાં નાસ્તો અને ભોજન બન્ને સાથે પીરસાઇ રહ્યા છે.

poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together
poor-children-snacks-and-meals-together

Related posts

બાપુ હજુ રિટાયર્ડ નથી થયા : ભાજપને હરાવવા શંકરસિંહે બાંયો ચડાવી

Nawanagar Time

જેટલી મોટી લીડ, એટલી મોટી જવાબદારી: પૂનમબેન માડમ

Nawanagar Time

વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવાનનું મૃત્યું, સ્યૂસાઇડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ

Nawanagar Time

Leave a Comment