Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં હાથ ધરાયું વીજ ચેકીંગ કાલાવડ નાકાથી સિક્કા સુધી,ક્લિક કરી જાણો શા માટે…

power-checking-from-kalavad-naka-held-in-jamnagar-to-the-coins

જામનગર તા.૩: જામનગરની સ્થાનિક વીજ કંપનીના સ્ટાફ દ્વારા આજે કાલાવડ નાકાથી માંડી સિક્કા સુધી કરાયેલા વીજ ચેકીંગમાં રૃા.સાડા અઢાર લાખની વીજચોરી ઝડપાઈ જવા પામી છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા આજે સિટી-ર ડિવિઝન હેઠળ આવતા કાલાવડ નાકા બહારના તેમજ નગરસીમના વિસ્તારો અને સિક્કામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ અધિકારીઓની ઓગણચાલીસ ટૂકડીઓએ કાલાવડ નાકા બહારની અમન ચમન સોસાયટીથી નિલકંઠનગર, મહાવીરનગર સહિતના વિસ્તારોમાં અને સિક્કાના ગ્રામ્ય પંથકમાં પોલીસ બંદોબસ્ત સાથે ચકાસણી કરી હતી. આજે બપોરે પુર્ણ થયેલી આ ચકાસણી દરમ્યાન ૬૩૪ વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૧૪ જોડાણોમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૃા.૧૮ લાખ પ૦ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા હતા.

Related posts

કોરોનાકાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓછા મતદાનનો સરકારને ડર

Nawanagar Time

ખંભાળિયાના વાડીનાર રૂટની બસ પુન: શરૂ કરાતાં મુસાફરોમાં આનંદ

Nawanagar Time

શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં ગબ્બર પર્વત ઉપર સ્કાય વોક બનશે

Nawanagar Time

Leave a Comment