Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વિત્ઝરલેન્ડમાં આકાશ અને શ્ર્લોકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન

pre-wedding-celebration-of-skies-and-shloka-in-switzerland

જામનગર:-અંબાણી પરિવારમાં લગ્નોત્સવ પહેલાના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી  હાલમાં સ્વિત્ઝરલેન્ડમાં પ્રિવેડિંગ ચાલી રહ્યું છે અને આ સેલિબ્રેશન દરમિયાન પિતા મુકેશ અંબાણી તેમજ બહેન ઈશા અંબાણી પણ પ્રસંગની મજા માણતા જોવા મળ્યા હતાં.

પ્રી-વેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ થયું છે,  અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ તો છે જ. જે માટે આકાશ અને શ્ર્લોકાનું સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મેરિટ્ઝમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી  છે. આ ફંકશનમાં બન્ને ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેમની એન્ટ્રી પણ રોયલ અંદાજમાં કરવામાં આવી. તેમના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ વિન્ટર વન્ડરવર્લ્ડ રાખવામાં આવી. તેમજ ડ્રોન દ્વારા પણ ખાસ કળાકૃતિઓ બતાવવામાં આવી. આ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેન્ટર ઑફ અટ્રેક્શન કહી શકાય તેવા ડ્રોન શોમાં ખાસ પ્રકારની કળાકારીગરી  આવી રહી છે.

આકાશ અંબાણી અને શ્ર્લોકા મેહતાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનના વેન્યુને જાણે કે તે કોઈ વિન્ટર કાર્નિવલ હોય તેમ શણગારવામાં આવેલ છે. આ પ્રી વેડિંગ સેરેમનીમાં 300થી 500 મહેમાનો સામેલ થઈ શકે તેટલી શક્યતા રાખવામાં આવી હતી. આ ફંકશનમાં પીટર પેન આઈસ-શોનું પણ આયોજન કરાયું હતું. પ્રથમ આઈસ-શો અને  ડ્રોન-શો બતાવવામાં આવ્યો. આ ડ્રોન -શોમાં ડ્રોન દ્વારા હાર્ટનો શેપ બનાવવામાં આવ્યો. આ રીતે અંબાણી પરિવારમાં લગ્નોત્સવ પહેલાંના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સેલિબ્રેશન દરમિયાન પિતા મુકેશ અંબાણી તેમજ બહેન ઈશા અંબાણી પણ પ્રસંગની મજા માણતાં જોવા મળ્યાં હતાં.

pre-wedding-celebration-of-skies-and-shloka-in-switzerland
pre-wedding-celebration-of-skies-and-shloka-in-switzerland

અંબાણી પરિવારે ફાઈવ સ્ટાર હોટેલમાં સ્ટે કર્યું હતું.  પરિવારે હોટેલ સ્વિટ્ઝરલેન્ડની ફાઈવ સ્ટાર હોટેલ બેડરટ પેલેસમાં રોકાણ કર્યું હતું. આ હોટેલના એક રૂમની ઓછામાં ઓછી કિંમત 98,500 રૂપિયા છે. તો હોટેલનો સૌથી મોંઘો રૂમ 3.08 લાખ રૂપિયાની કિંમતનો છે.

Related posts

ખંભાળિયામાં જિલ્લાના પાણી પ્રશ્ર્ને મંત્રીની ઉપસ્થિતિમાં સમિક્ષા બેઠક

Nawanagar Time

હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર નીકળેલા 300 લોકોને મેમો, પ્રથમ દિવસે પોલીસને 30,000ની આવક

Nawanagar Time

વાયુ વાવાઝોડાને કારણે આ વખતે પ્રવેશોત્સવ રાજ્યભરમાં રદ્દ

Nawanagar Time

Leave a Comment