Nawanagar Time
નેશનલ

હરિયાણા વિધાનસભા ભંગ કરવાની તૈયારી

preparation-for-breaking-haryana-legislative-assembly

મુખ્યમંત્રી મનોહરલાલ રાજ્યપાલને મળ્યા

નવી દિલ્હી:-લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થવાના ગણતરીના  પહેલા હરિયાણા વિધાનસભા ભંગ કરવા તૈયારીઓ થઇ રહી છે ભાજપની સરકાર ધરાવતા હરિયાણામાં વિધાનસભા ભંગ થવાની અટકળો તેજ બની છે. મુખ્યમંત્રી ખટ્ટરે રાજ્યપાલ સાથે બંધ બારણે બેઠક કરી છે. આ સાથે જ લોકસભા સાથે વિધાનસભા ચૂંટણી યોજવાની વાત વહેતી થઇ છે.

આ અંગે કાલે શુક્રવારે સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ   આ પહેલા ચંદીગઢના મુખ્યમંત્રી મનોહર લાલ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ સુભાષ બરાલાએ પાર્ટી પ્રભારી અનિલ જૈન અને ચૂંટણી ઇન્ચાર્જ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી છે.

જો લોકસભાની સાથે જ વિધાનસભા ચૂંટણી થશે તો ભાજપને વધુ ફાયદો થઇ શકે છે. સીએમ ખટ્ટરે આઠ માર્ચે ચંદીગઢમાં ફરીએકવાર કેબિનેટની બેઠક બોલાવી છે. બે  ફરી બેઠક બોલાવવાથી રાજકારણ ગરમાયું છે. હવે પછીની મિટિંગમાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય થઇ શકે છે

બીજી તરફ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સતત વિધાનસભા ભંગ થવાની સંભાવના નકારી રહ્યાં છે.

Related posts

રાજ્યના 56 નિર્જન ટાપૂઓ આતંકીઓનો સોફ્ટ ટાર્ગેટ, ડ્રોન રાખે છે બાજનજર

Nawanagar Time

જયારે મનોજ બાજપાઇ બે વખત મોતથી બચ્યો!

Nawanagar Time

ચિદમ્બરમ્ ની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, લૂકઆઉટ નોટિસ જાહેર

Nawanagar Time

Leave a Comment