Nawanagar Time
ગુજરાત જામનગર

સાહેબ આવે છે..જામનગરમાં વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી

પ્રદર્શન ગ્રાઉન્ડમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીની સભા માટે તૈયાર થતો વિશાળ ડોમ

જામનગર:-જામનગરમાં આગામી માર્ચ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યાં હોવાથી તડામાર તૈયારીઓનો દોૈર શરૂ થઇ ગયો છે. વડાપ્રધાન વિવિધ પ્રોજેકટસના લોકાર્પણ અને ત્યારબાદ યોજાનારી સભાને લઇને  મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જામનગરમાં વડાપ્રધાન આવી રહ્યા હોય તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. કેટલાક વિસ્તારોમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત સ્ટેજ, ઇલેકટ્રીક  માટે પોલ, બેઠક વ્યવસ્થા ઉભી કરવી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે તો વળી રોડ રસ્તાની સફાઇ, બાગ-બગીચાને નવુ રૂપ, સરકારી હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના હસ્તે જામનગરમાં વિવિધ લોકાર્પણ થવાના છે તેમાં હાપા નજીક બે પ્રધાનમંત્રી આવાસ યોજના રૂા.64.61 કરોડના ખર્ચે આજી-3થી  સુધી સૌની યોજના અંતર્ગત નંખાયેલી 51 કિમી લાંબી પાઇપલાઇનનું લોકાર્પણ સહિતના લોકાર્પણ કરવામાં આવશે.

preparation-of-prime-ministers-arrival-in-jamnagar

Related posts

શહેરમાં ગેરકાયદેસર ખડકાયેલી 16 દુકાનોનો કડૂસલો બોલાવતી જેએમસી

Nawanagar Time

ભાજપ પ્રમુખપદે ભૂપેન્દ્રસિંહ, ઝડફિયા, અને રજની પટેલના નામ હોટ ફેવરિટ

Nawanagar Time

હત્યા-આત્મહત્યા કે અકસ્માત? દિગ્જામ વૂલન મીલ નજીક મળેલા મૃતદેહ અંગે ઘૂંટાતું રહસ્ય

Nawanagar Time

Leave a Comment