Nawanagar Time
ગુજરાત

ટાટા કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા સરપંચ મંડળના પ્રમુખની રજૂઆત

presentation-of-president-of-sarpanch-mandal-to-employ-local-people-in-tata-company

દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વરજાંગભા માણેક દ્વારા વિકાસલક્ષી પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા પણ માંગ કરાઈ

દ્વારકા
દ્વારકા તાલુકામાં વર્ષોથી ટાટા કેમીકલ્સ લી. કંપની કાર્યરત છે. પરંતુ કંપનીની હાલની સ્થિતિ મુજબ મોટાભાગના કર્મચારીઓની નિમણુંક બહારના વિસ્તારોમાંથી કરવામાં આવેલ છે. પરિણામે સ્થાનીક એજ્યુકેટેડ ઉમેદવારો ઘર આંગણે ગંગા હોવા છતાં રોજગારીથી વંચિત રહ્યા છે. કંપનીના પ્રદુષણથી ઓખામંડળ તાલુકો પ્રદુષણયુકત થઇ રહેલ છે અને બીજી તરફ સ્થાનીકોને નોકરી નહીં મળવાથી બેવડું નુકશાન ઓખામંડળ તાલુકાના પ્રજાજનો ભોગવી રહેલ છે. ઓખા મંડળની હાલની રોજગારીની પરિસ્થિતિ તથા અન્ય પ્રજાલક્ષી પ્રશ્ર્નોના નિરાકરણ માટે દ્વારકા તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વરજાંગભા જેઠાભા માણેક દ્વારા ટાટા કંપનીના મેનેજરને લેખિત રજુઆત કરેલ છે. કંપનીના મેનેજરને રજૂઆત કરતી વખતે તા.પં. પ્રમુખ લુણાભા સુમણીયા, રાંગાસરના સરપંચ પાલાભા, બાટીસાના સરપંચ ભોજાભા, વસઇના સરપંચ જીવણભા, ભીમરાણાના માજી સરપંચ દેવુભા, મોજપના સરપંચ વાઘાભા, જુનીદોવાડના સરપંચ રાયધરભા, મેરીપુરના સરપંચ પત્રામલભા, પોશીત્રાના સરપંચ સોમાભાઇ, અણીચારીના સરપંચ ભગતભા, વાચ્છુના સરપંચ જાલુભા, ગોરીંજાના સરપંચ સાવજાભા વગેરે ઉપસ્થિત રહેલ.

વરજાંગભા માણેક દ્વારા રજૂઆતમાં જણાવ્યા મુજબ ઓખામંડળ વિસ્તારમાં ચાલુ વર્ષે નહીંવત વરસાદ થયેલ હોવાના કારણે પીવાના પાણીની સમસ્યા ખુબ જ વિકટ બની ગઇ છે અને સરકાર દ્વારા આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. નહીંવત વરસાદને કારણે ગામડાઓમાં પશુપાલકો અને પશુધન ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે. નહીંવત વરસાદને કારણે ગામડાઓમાં પશુપાલકો અને પશુધન ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે. વર્ષો પહેલા અછત તથા દુષ્કાળની પરિસ્થિતિમાં આ વિસ્તારમાં કંપની દ્વારા પશુપાલકોને 2(બે) રૂપિયે કીલો રાજદાણ (ભુસુ) આપવામાં આવતું. તો આ વર્ષે પણ વહેલીતકે ઓખામંડળના દરેક ગામડાઓમાં આવું રાજદાણ આપવામાં આવે.

સ્થાનિકોને એજ્યુકેશન અનુસાર નોકરી આપવા અગ્રતા આપવી તથા આઇ.ટી.આઇ. કરેલા સ્થાનિક વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસની તાલીમમાં સમાવેશ કરવા અગ્રતા આપવી. ઓખામંડળના નબળી પરિસ્થિતિ ધરાવતા ગામડાના બીમાર દર્દીઓને ટાટા કંપનીની હોસ્પિટલમાં 75 ટકા જેટલી રાહત આપવી. આ ઉપરાંત ટાટા કંપનીની હોસ્પિટલમાં ડોકટરો તથા નર્સોની ખાલી પડેલી જગ્યાઓ વહેલીતકે ભરવી. ઓખા મંડળના ટાટા કંપની આસપાસના વિસ્તારોમાં પ્રદુષણયુકત રસાયણના ફેલાવાથી ખારાશનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જાય છે તે અટકાવવા યોગ્ય પ્રયાસો કરવા. ઓખામંડળ વિસ્તારમાં આવેલા કુવાઓને રીચાર્જ કરવાની કામગીરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ગોબર ગેસ પ્લાન્ટ માટે કંપની દ્વારા સબસીડી આપવા સહિતના વિવિધ પ્રશ્ર્નો પરત્વે લેખિત રજૂઆત કરી વહેલીતકે નિકાલ લાવવા જણાવેલ છે.

Related posts

જામનગરમાં પાડોશીએ માથામાં બોટલ ફટકારતા વૃદ્ધાનું મોત

Nawanagar Time

લાયસન્સ રીન્યૂ કરવાની સમય મર્યાદામાં થયો ઘટાડો, દૂરોગામી અસર

Nawanagar Time

સુપ્રિમ કોર્ટમાં કરેલી રીટ પીટીશન પરત ખેંચી ભાજપ યુવાનોનું આર્થિક શોષણ બંધ કરે: કોંગ્રેસ

Nawanagar Time

Leave a Comment