Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખે પક્ષાંતર મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

president-of-dwarka-district-panchayat-knocked-the-high-court-on-the-issue-of-disintegration

જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન ગોરિયા ભાજપમાંથી ચૂંટાયા બાદ કોંગ્રેસના ટેકાથી સત્તા સંભાળી હતી

ભાજપ દ્વારા વ્હીપ અપાયો ન હોવાના પુરાવાની વીડિયો સીડી સાથે હાઈકોર્ટમાં કાનૂની જંગ

જામનગર:-દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રમુખપદને લઈ ચાલતાં રાજકિય દાવપેચમાં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલાં અને કોંગ્રેસના સમથર્ર્નથી પ્રમુખપદે બિરાજેલા રેખાબેન વિરૂદ્ધ પક્ષાંતર  હેઠળ કાર્યવાહી થયાં બાદ આ મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને પ્રમુખ રેખાબેને પક્ષાંતર ધારા સામે કાનૂની જંગ લડવા ભાજપે વ્હીપ આપ્યો જ ન હોવાના આધાર-પુરાવા સાથેની વીડિયો સીડી રજૂ કરતાં ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન રામજીભાઈ ગોરીયા ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયા  છતાં 5ણ કોંગ્રેસના સભ્યોના સમર્થનથી જિ.પં.ના પ્રમુખ થઈ જતાં ભાજપ દ્વારા તેમને નોટીસ અપાઈ હતી. તે પછી જિ.પં.ના ભાજપના સદસ્યો મયુરભાઈ રામભાઈ ગઢવી તથા વી.ડી.મોરીએ પક્ષાંતર ધારાની કલમ હેઠળ તેમની ચૂંટણીને પડકારતા રાજ્યના અધિકારી દ્વારા તેમનું જિ.પં.નું સભ્યપદ રદ કરતા તેમને પ્રમુખ તરીકે સસ્પેન્ડ કરાયા હતાં. તથા આ પછી  વિકાસ અધિકારી બંસલ દ્વારા જિ.પં.ના ઉપપ્રમુખ પ્રતાપસિંહ જાડેજાને પ્રમુખનો ચાર્જ સોંપાયો છે. જો કે, જિ.પં. પ્રમુખ રેખાબેન ગોરીયા દ્વારા આ પ્રશ્ર્ન અંગે હોઈકોર્ટના દરવાજા ખખડાવતા ત્યાં સુનાવણી શરૂ થઈ છે. તથા પક્ષાંતર ધારાની ફરિયાદ કરનારાઓની જુબાની લેવાઈ છે તો સામાપક્ષે જિ.પં. પ્રમુખ રેખાબેન ગોરીયા દ્વારા જે તે દિવસની વિડીયો  સાથે રજુઆત કરીને નક્કી પુરાવા રજુ કર્યા છે. કે વ્હીપ જ આપેલો નહતો તથા પ્રમુખ જિ.પં.ની ચૂંટણીમાં માત્ર તેઓ જ ભાજપના ઉમેદવાર હતાં તેવી રજુઆત તથા પુરાવા રજુ થયા છે.

સંભવત: માર્ચ માસમાં આ અંગે કોઈ ચુકાદો આવે તેવી સંભાવના મનાય છે. જો સભ્યપદનો હુકમ કાયમી રહેશે તો પ્રમુખની  થવા સંભાવના છે.

Related posts

જામનગર શહેર-જિલ્લામાં વધુ 12 દર્દીઓ કોરોના પૉઝિટીવ

Nawanagar Time

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો દબદબો ઘટ્યો?

Nawanagar Time

સરકારની વાહ-વાહી કરતું હૉર્ડિંગ્સ હટાવવાની તંત્ર તસ્દી લેતું નથી, આચારસંહિતાની ઠેકડી !

Nawanagar Time

Leave a Comment