Nawanagar Time
ગુજરાત જામનગર

સમૂહલગ્નનું આયોજન કરી મેરેજ એનિવર્સરી ઉજવતાં શિવધારા ટ્રસ્ટના પ્રમુખ

president-of-shivdhara-trust-celebrating-marriage-anniversary-organized

સોના-ચાંદી સહિતની અનેક ચીજવસ્તુઓ ભેટ-સોગાદમાં આપશે: શિક્ષણ ક્ષેત્રે-વૃદ્ધોની સેવા બાદ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ સમૂહલગ્ન.

શિવધારા ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ: 13 યુગલો જ્ઞાતિ ભેદ ભુલીને પારિવારિક માહોલમાં પ્રભુતામાં પગલા માંડશે

જામનગર:-જામનગરમાં શિવધારા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા  ત્રીજી વખત સમુહ લગ્નોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, આ સર્વ જ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં દાતાઓ દ્વારા ક્ધયાઓને આશીર્વાદરૂપે સોના, ચાંદી, ફર્નિચર સહિતની અનેક  આપવામાં આવશે, સમુહલગ્નની તમામ વ્યવસ્થા શિવધારા ટ્રસ્ટના રમેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. મજાની વાત તો એ છે કે, શિવધારા ટ્રસ્ટના રમેશભાઇ પટેલની મેરેજ એનિવર્સરી હોય છેલ્લાં ત્રણ વર્ષથી મેરેજ એનિવર્સરીની અનોખા અંદાજમાં ઉજવણી કરી ગરીબ અને મધ્યમવર્ગના માવતરોનો આધાર સ્તંભ બની રહ્યાં છે.

જીવનભર દિકરીના લગ્ન કરવા એક  પોતાની પુંજી લગાવે છે, જીવનમાં લગ્નએ સોનેરી અવસર કહેવાય છે, પરંતુ આધુનિક સમયમાં મઘ્યમવર્ગીય પરિવારોને દીકરા-દીકરીના લગ્ન કરવા મોંઘવારીના સમયમાં કપરું બને છે, તેવા સંજોગોમાં રમેશભાઇ પટેલ તથા તેની સમુહલગ્નોત્સવની ટીમ દ્વારા સમાજના મઘ્યમવર્ગીય પરિવારના દીકરા-દીકરીના લગ્ન કરાવી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂં પાડયું છે, શિવધારા એજ્યુ. ચેરી. ટ્રસ્ટ  મઘ્યમવર્ગીય પરિવારની દીકરીની વ્હારે આવી પોતાના પરિવાર દ્વારા જે લગ્નની વિધિ કરવાની હોય તે જ રીતે લગ્ન કરે છે, જ્યાં સંગીત સંઘ્યાથી માંડી જાન આગમન અને જાનવિદાય સુધી પારિવારિક માહોલમાં લગ્નની વિધિ કરવામાં આવે છે.

શિવધારા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના રમેશભાઇ પટેલ આ તકે જણાવે છે કે, તા.9-2 એ  લગ્નની તિથિ હોય આથી છેલ્લા ત્રણ વર્ષથી તેમના દ્વારા સામાન્ય પરિવારની દિકરીઓના સમુહલગ્ન કરી આપવામાં આવે છે. અહીં કોઇ પણ જાતના નાત-જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. અમો શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ચોપડા- નોટબુક વિતરણ કરીએ છીએ અને વૃઘ્ધાશ્રમના વૃઘ્ધોને તહેવાર નીમીતે ભોજન-કપડા અર્પણ કરીએ છીએ.

આ વર્ષ પણ તા.9-2-2019ના રોજ  સ્કૂલ, જામનગર-સમાણા હાઇવે, ગંગાવાવ આશ્રમ સામે મોટી વેરાવળ લાલપુર ખાતે સમુહલગ્નોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ક્ધયાને પારિવારિક માહોલ પુરો પાડવા તમામ વિવિધ શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર શાસ્ત્રી ઉપેન્દ્રભાઇ ભોગાયતા દ્વારા લગ્ન કરાવાશે તા.9-2-19ના રોજ શનિવારે બપોરે 3-00 વાગ્યે જાન આગમન થશે, સાંજે 4-00 વાગ્યે સામૈયા કરવામાં આવશે. સાંજે ગૌધુલીક  6-00 વાગ્યે હસ્તમેળાપ થશે. 8 વાગ્યે ભોજન સમારંભ અને 9-30 વાગ્યે રાત્રે જાન વિદાય કરવામાં આવશે દરેક ક્ધયાને માતા-પિતા દ્વારા જે ચીજ વસ્તુઓ લગ્ન વખતે આપવામાં આવતી હોય તે તમામ ચીજવસ્તુઓ લગ્ન વખતે આપવામાં આવતી હોય તે તમામ ચીજવસ્તુઓ કબાટ, પલંગ, ગાદલું, કપડા, ખુરશી, ટીપાઇ, ચાંદીના સાકરા, ડીનરસેટ, બાજોઠ,  કોઠી તેમજ સોનાનો દાણો સહિતની વસ્તુઓ શિવધારા ટ્રસ્ટ દ્વારા આપગવામાં આવશે આ સાથે જ સાંજે ઓકેસ્ટ્રા સંગીતા દ્વારા સંગીત સંઘ્યાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમની જહેમત રમેશભાઇ પટેલ સહિતની સમુહલગ્ન સમિતિની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Related posts

સ્વચ્છતા જાળવો અને કોરોના વાયરસથી બચો: કલેકટર

Nawanagar Time

રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા, તમામ સ્થાન જળબંબાકાર. હજુ બે ત્રણ દિવસની આગાહી

Nawanagar Time

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

Nawanagar Time

Leave a Comment