Nawanagar Time
ગુજરાત

જોડિયામાં પીઆરઆઇ વર્કશોપ યોજાયો

pri-workshop-held-in-jodiya

જોડિયા:-જોડિયા તાલુકા  ઓફિસ ખાતે તાલુકા કક્ષાનો  લોકપ્રતિનિધીનો પી. આર. આઈ. વર્કશોપ રાખવામા આવેલ હતો. આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. જે. ડી. નળિયાપરા, તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખ બિજલભાઈ ખિમાણીયા, જિલ્લા પંચાયત સદસ્ય સરફરાજભાઈ ખ્યાર, તાલુકા પંચાયતના સદસ્ય પ્રજ્ઞાબેન કાનાણી, જોડીયા  તાલુકાના દરેક ગામના સરપંચઓ ઉપસ્તિત રહેલ હતા. આ વર્કશોપ દ્વારા સરકારની આરોગ્યની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે આરોગ્ય સ્ટાફ ઉપરાંત લોકપ્રતિનિધિઓ દ્રારા જાણકારી મળી રહે તેવા ઊમદા હેતુસર રાખવામાં આવેલ હતો. આ વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્યની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવામાં આવેલ હતી. આ વર્કશોપમાં ઉપસ્થિત તમામ હોદેદારો તથા લોકો આગેવાનોએ  સારી માહિતી મળી હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

Related posts

આર્થિક મોજણીમાં સહકાર આપવા જિલ્લા કલેકટરની અપીલ

Nawanagar Time

રંગમતી-નાગમતી નદી ‘ગટર’ બની

Nawanagar Time

ભાટિયાના ભાટવડિયામાં ભૂવાએ આચર્યું સગીરા ઉપર દુષ્કર્મ

Nawanagar Time

Leave a Comment