Nawanagar Time
ગુજરાત જામનગર

ભાવે લક્ઝુરિયસ ગાડીઓ વેચવાનું કૌભાંડ

prices-luxury-cars-selling-scandal

ફોર્ચ્યુનર, ઓડી અને બીએમડબલ્યુ સહિતની લાખેણી ગાડી બજાર કરતા સસ્તા ભાવે : એક એક્ટિવા સાથે એક ફ્રી !!

જામનગર :-જામનગર શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી મોંઘાભાવની ઓડી, બીએમડબલ્યુ, ફોચ્ર્યુનર સહિતની લક્ઝુરિયસ કાર બજાર કિંમત કરતા 25 ટકાથી પણ વધુ સસ્તી કિંમતે વેચવામાં  રહી છે છતાં પણ અનેક લોકો સસ્તામાં મળતી આ કાર કેમ સસ્તાભાવે વેચવામાં આવે છે તેનો વિચાર્યા વગર જ ગાડીઓ બુક કરાવી મોટી છેતરપિંડીનો ભોગ બનવા તરફ આગળ વધી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે અને એથી પણ ચોકવનારી બાબત એ છે કે સસ્તા ભાવે લક્ઝુરિયસ ગાડી ઓફર  ટોળકી એક ના ડબલ નહિ પણ પાંચ ગણા કરવાની સ્કીમ તરતી મૂકી હાલમાં લોકોના ફોન ઉપડવાનું બંધ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

જામનગરમાં છેલ્લા એક વર્ષથી ચાલતી આજા ફસાજા સ્કીમ અંગેની વિગતો જોઈએ તો એક ચોક્કસ વ્યક્તિ દ્વારા ઓડી, બીએમડબલ્યુ જેવી કાર શોરૂમ ભાવથી 25થી 30 ટકા નીચા ભાવે  આપી વેચવામાં આવી રહી છે જેમા જામનગરમાં ફોચ્ર્યુનર ગાડી હિટ ગઈ છે, 30 લાખની કિંમતની ફોચ્ર્યુનર ફક્ત 21 લાખ રૂપિયામાં આવતી હોય બકરા ફસાવવા અનેક ટોચની હસ્તીઓને પ્રાયોજક દ્વારા લક્ઝુરિયસ કાર આપી દેવામાં આવી છે.

લક્ઝુરિયસ કારની જેમજ અન્ય રેગ્યુલર ફોરવ્હીલ પણ ડિસ્કાઉન્ટ ભાવે ઓફર કરી એક્ટિવા અને એક્સેસ  નાના વાહનોમાં તો બે કે ત્રણ વાહનની ખરીદી ઉપર એક વાહન ફ્રી અથવા તો 70 હજારનું ટુ વ્હીલર સીધું જ 40 હાજરમાં ઓફર કરવામાં આવે છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે સસ્તી કિંમતે વાહનો આપવાની આડમાં ચાલતી આજા ફસાજા સ્કીમ ચલાવવા ભેજા બાજ ટોળકી દ્વારા લોકોને ઉચા વ્યાજની  આપી મરણમૂડી સમાન કરોડો રૂપિયા પણ બજારમાંથી સુપડું મારી ઉસડી લેવામાં આવ્યા છે જેમાં રૂપિયા 10 લાખનું દરમહિને ચાર લાખ વ્યાજ આપવાનો વાયદો કરી એકના ડબલ નહિ પરંતુ વર્ષમાં એકના પાંચ ગણા કરી આપવાની બાંહેધરીમાં નાના – મોટા અનેક ફસાયા હોવાનું બહાર આવ્યું છે.

આ સંજોગોમાં સવાલ એ  ઉઠે  કે કંપનીના શોરૂમથી 25થી 30 ટકા નીચાભાવે લક્ઝુરિયસ કાર વેચવી કોઈ સંજોગોમાં પરવળી શકે નહીં છતાં પણ ભેજા બાજ ટોળકી ખોટનો ધંધો  ક્યાં કારણોસર કરે છે ? શું નવા વાહનોના નામે ચોરાઉ વાહનો તો નથી ધાબડવામાં આવતાને ? બકરીની લાલચ આપી સિંહને પાંજરે પૂરવાની જેમ શુ લોકોને લૂંટવા માટે  ગાડીઓ આપવાનો વાયદો કરી બાદમાં ફુલેકુ તો નહીં ફેરવાઈ ને ? જેવા  અનેક સવાલ બુદ્ધિજીવીઓમાં ઉઠી રહ્યા છે.

Related posts

વાવાઝોડાના કારણે જગન્નાથપૂરીમાં ફસાયેલા યાત્રિકો હેમખેમ પરત ફરતા હાશકારો

Nawanagar Time

દૂધના ટેમ્પોએ સ્કૂટરને અડફેટે લેતા પ્રૌઢનું મોત, ચેલા ગામના પાટિયા પાસે થયો અકસ્માત

Nawanagar Time

દરિયાના ખારા પાણીને મીઠાં બનાવનાર કંપનીને થશે કરોડો રૂપિયાની કમાણી

Nawanagar Time

Leave a Comment