Nawanagar Time
ગુજરાત જામનગર

પગાર ધોરણનો પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો પ્રાથમિક શિક્ષકો પરીક્ષાનો બહિષ્કાર કરશે

primary-teachers-will-boycott-the-exam-if-they-do-not-resolve-the-salary-norms

રાજ્ય સરકારના 12-12 મંત્રીઓને રજૂઆત કરાયા છતાં પ્રશ્ર્ન ઠેરનો ઠેર

જામનગર:-મહાનગર પાલિકાના પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણનો મુખ્ય પ્રશ્ર્ન લાંબા સમયથી લટકી પડયો છે. આ પ્રશ્ર્નના નિરાકરણ માટે ઉચ્ચકક્ષાએ અવાર-નવાર રજૂઆત થઇ ચૂકી છે પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. પરિણામે હવે આ પ્રશ્ર્ન ટુંક સમયમાં નહીં ઉકેલાય તો પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી પ્રાથમિક શિક્ષકો દ્વારા ઉચ્ચારમાં આવી છે.

મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્ય મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક મહામંડળ શિક્ષકોના પગાર ધોરણના મુખ્ય પ્રશ્ર્ન મુદ્દે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણી સહિતનાને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ આ પ્રશ્ર્ન મુદ્દે ત્રણથી ચાર વખત રૂબરૂ મળી રજૂઆત કરાઇ હતી. છતાં છેલ્લા ત્રણ વર્ષથી અણઉકેલ્યા આ પ્રશ્ર્નો ઠેરનો ઠેર રહ્યો છે. જેથી રોષે ભરાયેલા શિક્ષકોએ સરકાર સામે લડી લેવાનો નિર્ણય લીધો છે.

વધુ વિગતો મુજબ પગાર ધોરણનો પ્રશ્ર્ન સરકાર તત્કાલ નહીં ઉકેલે તો આગામી સમયમાં શિક્ષક મહામંડળ દ્વારા સંકલન બેઠક યોજાશે અને તમામ મહાનગર પાલિકા વિસ્તારની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનો બહિષ્કાર સહિતના કાર્યક્રમો આપવામાં આવશે. રાજ્ય સરકારના 12-12 મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં શિક્ષણના મુળમાં રહેલા પ્રાથમિક શિક્ષકોનો પગારનો પ્રશ્ર્ન હજુ અણઉકેલ્યો હોય, આગામી સમયમાં મોટી લડતના એંધાણ જોવા મળી રહ્યા છે.

Related posts

એસ્ટેટ શાખાના કર્મચારીઓ જ કરે છે કાયદાનો ભંગ

Nawanagar Time

કોર્પોરેશન, જિલ્લા પંચાયતમાં મુલાકાતીઓ માટે પ્રવેશબંધી

Nawanagar Time

જામજોધપુર તાલુકા ડિસ્ટ્રીકટ બેંક કૌભાંડ ખાતેદાર મુશ્કેલીમાં: શું બેંક પૈસા નહીં ચૂકવે?

Nawanagar Time

Leave a Comment