Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

17મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી ગુજરાતમાં…

prime-minister-modi-in-gujarat-on-17th-january

વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો,નવી વી.એસ. હોસ્પિટલ સહિતના અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

ગાંધીનગર:-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 17 અને 18 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમદાવાદમાં યોજાનાર જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. 17મી જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ ત્યાંથી પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ધાટન કરવા પહોંચશે. આ સાથે બાયર સેલર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી પીએમ મોદી નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા જશે અને ત્યાં મીટિંગ પણ કરવાના છે. જોકે ત્યાર પછી પીએમ મોદી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદઘાટન  કરવા જવાના છે.

વાઇબ્રન્ટ ગુજરાત એ મોદીની ભેટ છે.જયારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એમણે  વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણી અને બિઝને મીટ શરુ કરી હતી જેનું પાછળથી દેશના લગભગ તમામ રાજ્યો દ્વારા અનુકરણ કરવામાં આવ્યું હતું.

Related posts

ઊંડ નદીમાંથી થતી રેતીચોરી અટકાવવા માંગ

Nawanagar Time

કોંગે્રસ એટલે વરરાજા વગરની જાન: પૂનમબેન માડમ

Nawanagar Time

જિલ્લામાં 428 લાખના ખર્ચે 57 ગામના તળાવ ઉંડા ઉતર્યા !

Nawanagar Time

Leave a Comment