Nawanagar Time
ગુજરાત જામનગર

વડાપ્રધાન મોદી આપણા ભગીરથ છે: મુખ્યમંત્રી રૂપાણી

prime-minister-modi-is-our-leader-chief-minister-rupani

ન્યારી અને રણજીતસાગર ડેમમાં નર્મદાનો વડાપ્રધાન મોદીએ સાક્ષાત્કાર કરાવ્યો : વિજયભાઇ

જામનગર:-ભગીરથે જેમ ગંગા અવતરણનું કાર્ય કયું હતું તેમ વડાપ્રધાન મોદીએ ન્યારી અને રણજીતસાગર ડેમમાં નર્મદા નીરનો સાક્ષાત્કાર કરાવવાનું ભગીરથી કાર્ય કર્યુ હોવાનું આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જામનગર ખાતે કહ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે નામુમકીનને મુમકીન મોદી જ કરી શકે છે. સમગ્ર ભારતના સવા સો કરોડ લોકોના વડાપ્રધાન મોદી હૃદય સમ્રાટ છે. છપ્પનની છાતી વાળા વડાપ્રધાને આતંકવાદીઓનો સફાયો કર્યો છે અને સૈનિકોની શહીદી એળે ન જાય તે માટે પગલાં લીધા છે. તેમણે અશાંતી ફેલાવનાર લોકોને ઠેકાણે પાડવાનું કામ પણ કર્યુ છે.

વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે ઉજ્જવલા, જનધન અને ઉજાલા સહિતની યોજનાઓ દ્વારા વડાપ્રધાન મોદીએ ગરીબોનો વિકાસ કર્યો છે. અગાઉ કેન્દ્ર સરકારે ગુજરાતને અન્યાય કર્યો હોવાનો ઉલ્લેખ કરી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પાંચ વર્ષમાં ગુજરાતના ખેડૂતો માટે દર વર્ષે 75 હજાર કરોડ રૂપિયા આપ્યા છે તેમણે ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. વડાપ્રધાન મોદી કિશાનોના બેલી છે. સર્જીકલ સ્ટ્રાઇક-2 બાર વડાપ્રધાન મોદી પ્રથમ વખત જામનગર આવ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ સૌની યોજનાના ફાયદાઓ અંગે કહ્યું હતું કે સૌની યોજના હેઠળ 56 ડેમ એક પછી એક ભરવામાં આવશે. રાજકોટનો ન્યારી ભર્યા બાદ જામનગરના ડેમનો ક્રમ છે. અગાઉ સૌની યોજના સામે પ્રશ્ર્ન ઉઠાવનારાઓની હવા નિકળી ગઇ છે. ગુજરાતમાં નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુઝલામ્ સુફલામ્ યોજના મહત્વની બની ગઇ છે. સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા ઉકેલવા માટે આધૂનિકરણનો ઉપયોગ થશે. તેવું પણ વિજયભાઇએ કહ્યું હતું, તેમણે ઉમેર્યુ હતું કે ગુજરાત આધુનિક રાજય છે અને દરિયાના ખારા પાણીને મીઠું કરવાનું કામ થઇ રહ્યું છે, આ કામ જામનગરના જોડિયા ખાતેથી થશે ડીસેલીશન પ્લાન્ટના માઘ્યમથી ખારા પાણી મીઠા થશે જોડિયા પ્લાન્ટથી દરરોજ 10 કરોડ લીટર ખારૂ પાણી શુદ્ધ થશે, આ પ્રકારે રાજયમાં દ્વારકા, વેરાવળ, પોરબંદર, પીપાવાવ, માંડવી, કચ્છ સહિતના આઠ ઽસ્થળોએ પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.

ભવિષ્યમાં દુકાળ ગુજરાત માટે ભૂતકાળ બની જશે તેવો દાવો પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો હતો. પાણીનું શુદ્ધિકરણના પ્લાન્ટથી પાણીનો સિંચાઇ સહિતના કામમાં ઉપયોગ થશે.

Related posts

તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ..છઈઈના બદલે પથ્થરની કેનાલના કામના બિલમાંથી 5% બાદ ન થયા !

Nawanagar Time

તંત્રએ 55 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું

Nawanagar Time

દરબારગઢ નજીક જર્જરીત ઈમારત એસ્ટેટ વિભાગે તોડી પાડી, સુરક્ષાના કારણોસર લેવાયા પગલાં

Nawanagar Time

Leave a Comment