Nawanagar Time
ગુજરાત

વડાપ્રધાન મોદી સુરત-નવસારીની મુલાકાતે

prime-minister-modi-visits-surat-navsari

ગાંધી નિર્વાણ દિને દાંડી ખાતે નમક સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરાશે: સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલનું ખાતમુહૂર્ત: શારજહાં ફલાઈટને લીલી ઝંડી

નવસારી:-વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી આજે ગાંધીજીના નિર્વાણ દિને ગુજરાતના ઝડપી પ્રવાસે આવ્યા છે. તેમની આ વખતની મુલાકાત સુરત અને દાંડી પૂરતી સીમિત  છે, વડા પ્રધાન મોદી સુરત આવી ત્યાંથી નવસારી જઈ પરત જવાના છે. આજે બપોરે 1 વાગે તેઓ સુરત એરપોર્ટ આવી ત્યાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમૂહુર્ત કર્યું હતું. ત્યાંથી તેઓ 18 કિલોમીટર દૂર રામપુરા જઇ ખાનગી હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી. બાદમાં સાંજે 4 વાગે દાંડી પહોંચી ત્યાં નિર્માણ થયેલા સૈફી  ઉદ્ઘાટન કરશે ત્યાં દોઢ કલાક રોકાણ કરી તેઓ પાછા સુરત આવશે અને સાંજે 6 વાગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા યૂથ  કોન્કલેવ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પત્યા બાદ તેઓ સુરતથી નવી દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે જલાલપોર તાલુકાના દાંડી ગામે ગાંધીજીએ ચપટી  ઉપાડી અંગ્રેજોના ‘મીઠાના કાયદાનો ભંગ’ કર્યો. એ ઐતિહાસિક ક્ષણ બાદમાં દેશની આઝાદીનું સીમાચિન્હરૂપ સાબિત થઈ હતી. દાંડીમાં દરિયાકાંઠે જ્યારે ગાંધીજીએ ચપટી મીઠુ ઉપાડ્યું એ કુદરતી રીતે બનેલુ મીઠુ જ હતું. આજે તેનાથી તદન વિપરીત સ્થિતિ જોવા મળે છે.

દાંડીમાં ચપટી મીઠુ પણ જોવા મળતુ નથી. જોકે આ ઐતિહાસિક ક્ષણને  રાખી બનાવાયેલા ‘નમક સત્યાગ્રહ સ્મારક’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને લોકાર્પણ કરશે.

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવામાં દાંડીકૂચ મહત્ત્વનું પરિબળ બની હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલે ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા પરના કરના કાયદાનો  કર્યો હતો. દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને આઝાદી મળી હતી. દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ ઉપાડ્યું હતું. જોકે એ વખતે સ્થાનિકો કુદરતી મીઠુને જ સાફ કરીને ઉપયોગ કરતા હતા. જોકે દાંડીમાં આજે પરિસ્થિતિ તદન ઉલટી છે. અહીં ઝાડીઝાંખરા સિવાય કશુ નથી. અહીં  રીતે પણ હવે મીઠુ પાકતુ નથી કે અગરીયા નથી છતાં દેશભરમાં દાંડીનું મહત્ત્વ છે. ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ ‘નમક સત્યાગ્રહ સ્મારક’રૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે.

Related posts

જાણો શુ કીધું અલ્પેશ એ કોંગ્રેસ મા રેહવા માટે …

Nawanagar Time

જામનગરના અગ્રણી આર.કે. શાહ વિરૂદ્ધ સીઆઈડીમાં ફરિયાદ

Nawanagar Time

8મી એ જામનગર લોકસભા-વિધાનસભાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે

Nawanagar Time

Leave a Comment