Nawanagar Time
ગુજરાત જામનગર

વડાપ્રધાન મોદીના હસ્તે જીજી હોસ્પિટલના રેડિયોથેરાપી વિભાગનું લોકાર્પણ થશે

prime-minister-modi-will-inaugurate-the-radiotherapy-department-of-gg-hospital

જામનગર:-વડાપ્રધાન મોદી આગામી 4 માર્ચે જામનગર આવશે. જામનગરની મુલાકાત દરમિયાન તેઓ જી.જી.હોસ્પિટલના નવા રેડિયોથેરાપી વિભાગ, પી.જી.હોસ્ટેલ સહિતના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સંબંધિત અધિકારીઓને જરૂરી  આપવામાં આવી હતી.

વડાપ્રધાનની જામનગર મુલાકાત દરમિયાન કાયદો-વ્યવસ્થા તેમજ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે જિલ્લા વહીવટીતંત્રના લગત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. જામનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન જી.જી.હોસ્પિટલના નવા રેડિયોથેરાપી વિભાગ, પી.જી.હોસ્ટેલ અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અન્ય બેથી ત્રણ કામ પણ  મોકલવામાં આવ્યા છે. જેની મંજૂરી મળતા આ કામનું પણ વડાપ્રધાન લોકાર્પણ કરે તેમ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર પટેલ, એસપી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગરના લાચાર ‘ગુરૂ’ના પગાર સૌથી છેલ્લે

Nawanagar Time

હજારો પરિવારો હવે ચોખ્ખા વાતાવરણનો આનંદ લેશે!!

Nawanagar Time

રાહત: જામનગરમાં 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં

Nawanagar Time

Leave a Comment