Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

વડાપ્રધાનના હસ્તે 9મી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ

prime-minister-narendra-modi-launches-9th-vibrant-summit

15 પાર્ટનર ક્ધટ્રી અને 100થી વધારે દેશોના પ્રતિનિધિ ગુજરાતની તસ્વીર બદલી નાંખશે:વિજય રૂપાણી

ગાંધીનગર:-વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં આજે સવારે 10 કલાકે 9માં વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટનકરવામાં આવ્યું હતું  આ કાર્યક્રમ બપોરે 1 કલાક સુધી ચાલ્યો હતો  જેમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગપતિઓથી લઈને 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીઓ અને રાજદ્વારીઓ હાજર રહ્યા હતા. આજથી વાઈબ્રન્ટ સમિટનો પ્રધાનમંત્રી મોદી પ્રારંભ કરાવશે. જેમાં પાર્ટનર દેશના રાષ્ટ્રાધ્યક્ષો અને દેશના 36 ઉદ્યોગપતિઓ ભાગ લેશે. આ સમિટમાં કરોડોના એમઓયુ થયા હતા

સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલ્ટાના પ્રધાનમંત્રીને મળ્યા હતા. નરેન્દ્ર મોદી અને જોસફ મસ્કટ વચ્ચે વહેલી સવારે જ મુલાકાત થઈ હતી. વાઇબ્રન્ટ સમિટમનો  પ્રારંભ જય.. જય.. ગરવી ગુજરાતના લોકપ્રિય ગુજરાતી ગીતથી થયો હતો. પ્રખ્યાત ગુજરાતી કપલ પ્રહર વોરા અને તેમના પત્ની સંપદા વોરા દ્વારા  આ સંગીત રજૂ કરાયુ હતું. આમ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ સંગીતથી થતા સમિટ  વાઈબ્રન્ટલી સંગીતમય બની રહેશે. ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ સમિટ પહેલા પ્રધાનમંત્રી મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. ગાંધીનગર નિવાસસ્થાને જઈને તેઓ માતા હિરાબાને તથા પરિવારના અન્ય સદસ્યોની પણ મળ્યા હતા.

આ વાઇબ્રન્ટ સમિટમાં બોલતા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતની આ  નવમી સમિટ દરમિયાન જે ઉદ્યોગપતિઓ અને જે એમઓયુ  થવાના છે તે ફરી એક વખત ગુજરાતની તસ્વીર બદલી નાંખશે

તેમને જણાવ્યું હતું કે  ઉજબેકિસ્તાન  અને પ્રથમ વખત સામેલ થનાર ચેકોસ્લાવિકા સહીત તમામ 15 પાર્ટનર  દેશોના વડાઓ સાથે 100થી વધુ દેશોના પ્રતિનિધિઓને હું આવકારું છું. અને ગુજરાત એક શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ડેસ્ટિનેશન બનશે તેનો હું ભરોસો આપું છું. અને સાથોસાથ ન્યુ ઇન્ડિયાના નિર્માણમાં પણ ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

Related posts

શિવરાજપુર બીચ માત્ર સ્વિમિંગ માટે: જાહેરનામુંસેફ સ્વિમ હેવનમાં માછીમારી-વોટર સ્પોટર્સની મનાઈ

Nawanagar Time

જામનગરના વશરામભાઈ મિયાત્રા સહિત ત્રણ જવાનને પોલીસ ચંદ્રક મેડલ

Nawanagar Time

જામનગરમાં પરપ્રાંતીય ઘૂસણખોરી ચરમસીમાએ

Nawanagar Time

Leave a Comment