Nawanagar Time
નેશનલ

‘મૈં ભી ચોકીદાર’ આજે વડાપ્રધાનનું સંબોધન

prime-ministers-address-main-bhi-chowkidar-today

દેશના રપ લાખ ચોકીદારો સાથે ઓડિયો બ્રીજથી વાતચીત

નવીદિલ્હી:-વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના 25 લાખ ચોકીદારો અને આમ આદમીને ઓડિયો બ્રિજના માધ્યમથી એકસાથે સંબોધવાના છે. બુધવારે સાંજે તેઓ મૈં ભી ચોકીદાર કેમ્પેન હેઠળ હોળી  નિમિત્તે દેશના તમામ વર્ગના લોકોને સંબોધશે. ભાજપ મીડિયા ઈન્ચાર્જ અનિલ બાલુનીએ મંગળવારે સાંજે આ સત્તાવાર માહિતી આપી હતી. બાલુનીએ કહ્યું કે ભલે એ સિક્યોરિટી ગાર્ડ હોય કે એટીએમ ગાર્ડ કે પછી મોલનો સિક્યુરિટી ગાર્ડ, વડા પ્રધાન ઇચ્છે છે કે દરેક આમ આદમી ન્યૂ ઈન્ડિયાની રક્ષા માટે સજ્જ બને. બીજી  કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેટલાક લોકો એમ માનતા હતા કે, આ સામાન્ય અભિયાન છે પણ ‘મૈં ભી ચોકીદાર’ હવે માત્ર સૂત્ર કે અભિયાન નથી, તે જનઆંદોલન બની ગયું છે. લોકો તેને સ્વેચ્છાએ અપનાવી રહ્યા છે. તેના અનુસંધાનમાં જ પીએમ મોદી દેશના 500 જેટલા સ્થળોએ 31 માર્ચે મૈં  ચોકીદાર આંદોલનને ટેકો આપનાર લોકોની સાથે ચર્ચા કરશે.

Related posts

સૈન્યની ત્રણેય પાંખમાં કુલ 9427 ઓફિસર્સની જગ્યા ખાલી, 2100 અધિકારીઓએ છોડી દીધી નોકરી

Nawanagar Time

‘અમે રાજકીય વિરોધીઓને દેશદ્રોહી નથી કહ્યાં’: અડવાણીએ મૌન તોડ્યું

Nawanagar Time

માધુરીની ‘નેટફ્લિક્સ’ ઉપર એન્ટ્રી

Nawanagar Time

Leave a Comment