Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની જેલમાંથી પાકા કામનો કેદી નાશી છૂટ્યો

prisoner-of-work-from-jamnagar-jail-gets-released

મીઠાપુરના આરોપીને કોર્ટે સજા ફરમાવ્યા બાદ અહી સજા ભોગવતો હતો

જામનગર:-જામનગર જીલ્લા જેલ અવારનવાર ચર્ચાની એરણે ચડતી આવી છે. જેલમાં આંતરિક ડખ્ખો હોય કે કેદીઓ કેદીઓ વચ્ચેની માથાકૂટ હોય, કે પછી જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હોય, આ તમામ બાબતે  જેલ પ્રસાસન હમેસા વિવાદમાં રહ્યું છે. ત્યારે વધુ એક વખત જેલ તંત્ર ચર્ચામાં આવ્યું છે. ગઈ કાલે  પાકા કામના કેદી નાશી જવાની ઘટનાથી ફરી વખત ચર્ચાના એરણે ચડી છે.

જામનગર જીલ્લા જેલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. જેમાં જીલ્લા જેલમાં રહેલા પાકા કામના કેદી ભરત રાણાભાઇ કેર ઉવ 26 ગઈ કાલે સવારે સાડા આઠ વાગ્યાથી બારેક વાગ્યાના ગાળા દરમિયાન જેલ કમ્પાઉન્ડમાંથી નાશી ગયો હતો. સવારની  ઘટના અંગે જેલ પ્રસાસનને છેક બપોરે ખબર પડી હતી, જેને લઈને જેલ પ્રસાસનમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને સીટી એ ડીવીજન ઉપરાંત એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૂળ મીઠાપુર ગામના અને ગંભીર ગુનામાં સજા પામેલ  નાશી જવાના પગલે પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. જો કે 24 કલાકના ગાળા  દરમિયાન આરોપી પાકા કામના કેદી અંગે કોઈ સગળ સાંપડ્યા ન હતા. આ ઘટના અંગે જેલ પ્રસાસનના જેલ સહાયક અશ્વીનભાઈ મહાશંકરભાઈ જાની રહે સ્ટાફ ક્વાર્ટર જીલ્લા જેલ જામનગર વાળાએ સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી  જેને લઈને સીટી એ ડીવીજનના પીઆઈ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. જેલ માંથી કેદી નાશી છૂટવાની ઘટનાને લઈને ભૂતકાળમાં બની ગયેલ સાતનારી ગેંગની ઘટના તાજી થઇ છે. જે તે સમયે આ ગેન્ગના ચાર ખુખાર આરોપીઓ જેલની દીવાલ કુદી નાશી ગયા હતા.

Related posts

જામનગર ગ્રામ્યમાં 50 વર્ષથી મોટી ઉંમરના 8.50 લાખ લોકો: વૅક્સિન સર્વે

Nawanagar Time

લોકડાઉનમાં જામનગર એસટીને 10 કરોડથી વધુનું નુકશાન

Nawanagar Time

નૂરી ચોકડી પાસે બેઠો પુલ તૂટવાની અણી પર…!

Nawanagar Time

Leave a Comment