Nawanagar Time
ગુજરાત જામનગર

સરકાર નાં રૂપિયા લેવા નાં, કામ પોતાનુ કરવા નું.. ! જોડિયા મામલતદાર કચેરીમાં ચાલુ નોકરીએ ખાનગી કામ..

private-work-in-the-current-job-at-twins-mamlatdars-office

વકીલમંડળ દ્વારા મામલતદારને ધગધગતું આવેદનપત્ર અપાયું

જોડિયા:-જામનગર જિલ્લાના છેવાડાના તાલુકા એવા જોડિયામાં  કચેરીમાં રેઢા રાજ વચ્ચે લઇ અધિકારીથી લઇ કોમ્પ્યુટર ઓપરેટર સુધીના કર્મચારીઓ ચાલુ નોકરીએ ખાનગી કામો કરતાં હોય પ્રજાને હાલાકીનો ભોગ બનતા જોડિયા વકિલ મંડળ દ્વારા આ ગંભીર બાબતે મામલતદારને ધગધગતું આવેદનપત્ર પાઠવી લાલીયાવાડી બંધ કરવા માંગ કરી છે.  પ્રાપ્ત વિગતો મુજબ જોડિયા મામલતદાર ઓફિસમાં અધિકારીથી લઇને કોમ્પ્યુટર ઓપરેટર સુધીના  નોકરીએ પ્રાઇવેટ કામો અને પ્રેક્ટિસ કરતા હોવાની ઘણા સમયથી ફરિયાદ હોવા છતાં આવી ગેરરીતી સતત ચાલુ હોય અને આ બાબતે કોઈ કાર્યવાહી ન થતા મામલતદારનો સ્ટાફ ઉપર કંટ્રોલ ન હોય તેવું જણાતા જોડીયા વકીલ મંડળ દ્વારા આ બાબતે મામલતદાર જોડીયાને શિક્ષાત્મક પગલા લેવા આવેદન પત્ર આપવામાં આવેલ હતું. ઉલ્લેખનીય  કે, જોડિયા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં મોટાભાગના કર્મચારીઓ કોઇને કોઇ ખાનગી કામો સાથે જોડાયેલા હોય ફરજ પર હાજર રહેવાના બદલે બારોબાર વહીવટના કામમાં મશગુલ રહે છે. આ ઉપરાંત અરજદાર કચેરીમાં કામ માટે આવે ત્યારે તેમની સાથે પણ ગ્રાહક જેવો વ્યવહાર થતોં હોય લાંબા સમયથી ચાલતી આ લાલીયાવાડી બંધ કરાવવા  મંડળએ બાયોં ચડાવતાં નવા જુનીના એંધાણો મળી રહયા છે.

Related posts

હેર કટીંગ સલૂન, દરજીની દુકાન, બેંક ધમધમી, પાન બંધ

Nawanagar Time

જામનગર જિલ્લા સહકારી બેંકની કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ

Nawanagar Time

રાજ્યમાં કોરોનાના ચાર કેસ વધ્યા: 33 પોઝીટીવ: રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન

Nawanagar Time

Leave a Comment