Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

પ્રિયંકા અને નિક પહોંચ્યા હનીમૂન પર, જુઓ આ ખાસ તસ્વીરો…

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ સમયે બીચ પર ફરી રહ્યા છે. 1લી ડિસેમ્બરે જોધપુરના ઉમૈદ ભવન પેલેસમાં લગ્ન કર્યા બાદ બંને ખૂબ જ વ્યસ્ત રહ્યા. લગ્ન બાદ દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ બાદ તેઓ મુંબઈ પહોંચ્યા અને પછી ઉદયપુરમાં ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં શામેલ થયા.

જોકે હવે આ જોડી એકબીજા સાથે ફરવાની મજા માણી રહી છે. પ્રિયંકાની ઈન્ટાગ્રામ સ્ટોરી જોઈને આ કહી શકાય છે કે તે નિક જોનાસ સાથે હનીમૂન પર નીકળી છે. હકીકતમાં પ્રિયંકાએ ઈન્સ્ટા સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં બીચ પર એક હાર્ટ બનેલું છે અને તેની અંદર PCJ અને NJ લખેલું છે.

લગ્ન પછી પ્રિયંકા અને નિક બંનેએ પોતાના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા શેર કરી હતી. તેમણે ક્રિશ્ચિયન રીત-રિવાજ મુજબ આ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેના ક્રિશ્ચિયન લગ્ન સમયે કટ કરાયેલી કેકની તસવીર શેર કરી હતી

આ પ્રસંગે પ્રિયંકાનું મોંઘું ગાઉન, 16 ફૂટની કેક તેમજ મોંઘીદાટ આતિશબાજી ચર્ચાનો વિષય બન્યા છે.

Related posts

ફરહાનનું ભોપાળું, લોકોએ કહ્યો ‘પપ્પુ’

Nawanagar Time

રાની મુખર્જીનો ફિલ્મ ‘મર્દાની 2’નો પોલીસ ઓફિસર તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ

Nawanagar Time

હોલિવૂડ ફિલ્મ ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં પરિણીતી ચોપરા લીડ રોલ કરશે

Nawanagar Time

Leave a Comment