Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

માર્વેલના પહેલા મુસ્લિમ સુપરહીરોના રોલમાં જોવા મળી શકે છે પ્રિયંકા ચોપરા, દિગ્દર્શક સાથે વાત ચાલી રહી છે

priyanka-chopra-is-going-to-be-seen-in-the-role-of-marvels-first-muslim-superhero

માર્વેલ ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ને લઇને દર્શકો એક્સાઇટેડ છે. આ ફિલ્મના હિંદી વર્ઝન માટે મ્યુઝિક ડિરેક્ટર એ.આર. રહેમાન એન્થમ બનાવી છે. ‘એવેન્જર્સ એન્ડગેમ’ના દિગ્દર્શક જો રૂસો તેમના સમગ્ર પરિવાર સાથે મુંબઈમાં એ.આર. રહેમાનને મળ્યા હતા. રૂસો ભારતમાં એક પ્રમોશનલ ઇવેન્ટ માટે આવ્યા હતા. પરંતુ સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે રૂસો ઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા સાથે પણ એક કોન્ટ્રાક્ટ સાઇન કરવા જઈ રહ્યા છે.

આ વિશે રૂસોએ જણાવ્યું કે તેમની ટીમ પ્રિયંકા ચોપરા સાથે વાતચીત કરી રહી છે અને સંભવ છે કે તેઓ પ્રિયંકા સાથે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરે. મુંબઇમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રૂસોએ જણાવ્યું કે તે પ્રિયંકા સાથે ફિલ્મ કરવા માગે છે. આ કોન્ફરન્યમાં રૂસોને પૂછવામાં આવ્યું હતું કે શું તે કોઈ બોલિવૂડ અભિનેતા સાથે કામ કરવા માગે છે? તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે હા તેઓ પ્રિયંકા સાથે કામ કરવાનું વિચારી રહ્યા છે.

માર્વેલના પહેલા મુસ્લિમ સુપરહીરોના રોલમાં જોવા મળશે પ્રિયંકા ચોપરા

રૂસોના આ જવાબથી શક્યતા વધી ગઈ છે કે પ્રિયંકા કોઈ માર્વેલ સુપરહીરોના રોલમાં જોવા મળી શકે છે. જો આવું થયું તો આ ભારતીય પ્રેક્ષકો અને પ્રિયંકાના ફેન્સ માટે બહુ મોટી સરપ્રાઇઝ હશે. તાજેતરમાં માર્વેલે પોતાની કોમિક બુક સુપરહીરો કમાલા ખાનને સિલ્વર સ્ક્રીન પર લાવવાની વાત જણાવી હતી જેની પર ચાહકોએ પ્રિયંકા ચોપરાનું નામ સૂચવ્યું હતું. કમાલા ખાન એ માર્વેલ કોમિક્સનું પહેલું મુસ્લિમ કેરેક્ટર છે, જેની પોતાની અલાયદી કોમિક બુક બહાર પડી હોય. ભારત આવીને રૂસોએ એ.આર.રહેમાન સાથે ડિનર પણ કર્યું હતું. તો હવે માર્વેલ સુપરહીરોના રોલમાં પ્રિયંકા ચોપરાનું નામ ફાઇનલ થાય છે કે નહીં તે જોવું રહ્યું.

 

Related posts

બાહુબલી પ્રભાસની સાહો ફિલ્મનું પોસ્ટર રિલીઝ

Nawanagar Time

‘પાતાલ લોક’માં મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે અનુષ્કા વિરુદ્ધ ફરિયાદ

Nawanagar Time

માધુરીની ‘નેટફ્લિક્સ’ ઉપર એન્ટ્રી

Nawanagar Time

Leave a Comment