Nawanagar Time
ગુજરાત જામનગર

આનંદો… હવે જામનગર જીલ્લાના તળાવો ભરાશે

procedure-for-the-clearing-of-the-main-canal

મુખ્ય કેનાલ તાકીદે સાફ કરવા પાલિકાની કાર્યવાહી

જામનગર:- જામનગર શહેરના રણમલ તળાવ ભરવા માટે જામનગર મહાનગર પાલિકાએ તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ રણમલ તળાવની મુખ્ય કેનાલને સાફ સફાઇ કરવા યુઘ્ધના ધોરણે કામ હાથ ધરાયું છે. આ કેનાલ ગંદકીથી ખદબદતી હોવાની  લાખોટા નેચર કલબ દ્વારા વારંવાર કરાયા બાદ અંતે તંત્રે જાગ્યુ છે અને સોમવારે મહાનગર પાલિકાના કમિશ્નરને જાણ કર્યા બાદ કેનાલ ભરવાની કામગીરી હાથ ધરાઇ તેવી શકયતા છે.વિગતો મુજબ જામનગર મહાનગર પાલિકાએ હાલ કેનાલમાંથી કચરો અને ગંદકીની સફાઇ કરવા ટ્રેકટર સહિતના સાધનો કામે લગાડયા છે. અગાઉ મુખ્ય  કેનાલની સફાઇ  લાખો રૂપિયાના ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાકટ અપાયા હતાં. કેનાલને વખતો વખત સાફ કરવામાં આવશે તેવા બણગા પણ ફૂકાયા હતાં.

પરંતુ આ  લાંબા સમયથી અઘ્ધરતાલ રહી હોય વિવિધ સંસ્થાઓ દ્વારા જામનગર મહાનગર પાલિકાને કેનાલની સફાઇ કરવા રજૂઆત થઇ હતી. હવે મનપાએ રણમલ તળાવ માટે મહત્વની કેનાલને તળીયાથી સાફ કરવા તૈયારી આરંભી છે.

આ કેનાલ વરસાદી પાણીના નિકાલ માટે મહત્વની છે. બીજી તરફ તળાવ ભરવાની કામગીરી જામનગર મહાનગર પાલિકાએ આ કેનાલ સાફ  હાથ ધરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ તો પ્રિમોનસુન કામગીરીમાં જામનગર મહાનગર પાલિકાએ બેદરકારી દાખવી હોવાનું ભુતકાળમાં અનેક વખત સામે આવી ચૂકયું છે ત્યારે હવે તળાવ ભરવાના કારણથી આ કેનાલની સફાઇ માટે આ કામ શરૂ થતાં લોકો હાશકારો અનુભવી રહ્યા છે.

તળાવમાં વરસાદી પાણી ઠાલવવા માટે મહત્વની ગણાતી  કેનાલને સાફ કરવામાં અગાઉ જામનગર મહાનગર પાલિકાના કોન્ટ્રાકટરો સામે અનેક ફરિયાદ થઇ ચૂકી છે. કેનાલમાં ગંદકીના કારણે સ્થાનિકોએ સફાઇ અંગે જામનગર મહાનગર પાલિકાને ફરિયાદો કરી હતી. આ ઉપરાંત કેનાલમાંથી વરસાદી પાણી સાથે ગંદકી પણ તળાવમાં ઠલવાય જાય તેવી ભીતી ઘ્યાને રાખી હાલ તંત્રએ કેનાલની સફાઇ માટે તસ્દી લીધી છે.  વર્કસના અધિકારીઓ પાસેથી મળતી વિગતો મુજબ સોમવારે જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરને પુછીને આ કેનાલ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Related posts

‘સ્વચ્છતા’ જાળવવામાં કોર્પોરેશનની નીતિ ગંદી, સફાઈના નામે મીડું

Nawanagar Time

જેએમસી દ્વારા ચૂંટણીની તૈયારી શરૂ: ઈવીએમ ચકાસણીનો પ્રારંભ

Nawanagar Time

ભાજપના કાર્યકરોને ‘ચાર્જ’ કરવા ચૂંટણી ઈન્ચાર્જની પ્રથમ બેઠક

Nawanagar Time

Leave a Comment