Nawanagar Time
ગુજરાત

દેશહિતમાં રામાગ્રહ યાત્રા અને શિલાન્યાસ કાર્યક્રમ સ્થગિત

prohibition-of-ramagraha-and-shilanyas-program-in-country

દ્વારકા:-ગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ પુલવામાની ઘટના પછી  પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને  આપણી પૂર્વથી પ્રસ્તાવિત અને પરમધર્મ સંસદ 1008 દ્વારા ઉદ્વોષિત અયોઘ્યામાં રામજન્મભૂમિ રામાગ્રહ યાત્રા અને શિલાન્યાસના કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે.

આ ઘોષણા જ્યોતિષ્પીઠ અને દ્વારકાશારદાપીઠના જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે કાશીના વિદ્યામઠમાં યાત્રાના સંયોજક સ્વામી અવિમુકતેશ્ર્વરાનંદ સરસ્વતીજીના માઘ્યમથી જારી પ્રેસ વિજ્ઞપ્તિમાં કર્યુ. પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ  સરસુંદરલાલ હોસ્પિટલમાં આઇસીયુમાંથી કાશીના કેદારઘાટમાં સ્થિત વિદ્યામઠમાં આવ્યા હતાં અને રામાગ્રહ યાત્રામાં ભાગ લેવા માટે પ્રયાગ જવાના હતાં.

સ્વામી અવિમુકતેશ્ર્વરાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે પ્રયાગ જવા માટે તૈયાર થયા હતા. તેમના સ્વાસ્થ્યના કારણે યાત્રા સ્થગિત કરવા અથવા યાત્રાના સ્વરૂપમાં બદલાવ કરવાનું પ્રાર્થના કરવા છતાં પૂજ્ય મહારાજ અયોઘ્યા  માટે તૈયાર હતા. પ્રમુખ શિષ્ય અને સહયોગીઓ સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ, બ્રહ્મચારી સુબુદ્વાનંદજી અને ડો. પ્રકાશ મિશ્ર વગેરે સાથે મળીને ટેલીવિજનમાં પુલવામાની ઘટના અને એના બાદ દેશની પરિસ્થિતિઓને ઘ્યાનમાં આવ્યા. ત્યારબાદ તે શાંત થયા અને થોડીવાર મૌન પછી વારાણસીના જિલ્લાઇધકારી સુરેન્દ્રસિંહજીએ આ જ નિવેદન કર્યુ તો પૂજ્યએ કહ્યું કે  દેશની સાથે છું. આખાડા પરિષદના અઘ્યક્ષ સ્વામી નરેન્દ્ર ગિરિજીને પણ પત્ર લખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેલીફાોન કરીને આ આશયનો અનુરોધ કર્યો.

આ પછી અનંતવિભૂષિત પૂજ્ય શંકરાચાર્યજીએ કહ્યું કે કદાચિત શ્રી રામજન્મભૂમિને સંદર્ભમાં જે નિર્ણય મે લીધેલ છે તે સામાજિક અને આવશ્યક છે તથાપિ આ આકસ્મિક પરિસ્થિતિને કારણે  ટૂંક સમય માટે સ્થગિત કરવાનું નિર્ણય લીધેલ છે.

Related posts

હાર્દિક પટેલ જામનગરમાં: કોર્ટ હાજરી પુરાવી ડેંગ્યુના દર્દીઓને મળ્યો

Nawanagar Time

ભાણવડની હોસ્પિટલ રામ ભરોસે

Nawanagar Time

દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં લોલમલોલ

Nawanagar Time

Leave a Comment