Nawanagar Time
ગુજરાત જામનગર

જી જી હોસ્પિટલમાં 7 નવી એમ્બ્યુલન્સ લેવા રૂા.70 લાખની દરખાસ્ત

proposal-of-rs-70-lakh-for-7-new-ambulances-in-gg-hospital

હાલમાં હોસ્પિટલમાં સરકારીને બદલે ખાનગી એમ્બ્યુલન્સની બોલબાલા વચ્ચે 6 ચાલુ હાલતમાં અને સાત ક્ધડમ

જામનગર:-સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સુવિધાની વધુ જરૂર હોઇ 7 નવી એમ્બ્યુલન્સ લેવા માટે રૂા.70 લાખની દરખાસ્ત સરકારમાં સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી છે હાલ ચાલુ હાલતમાં છ એમ્બ્યુલન્સ છે અને સાત ક્ધડમ છે. જી.જી. હોસ્પિટલમાંથી જ્યારે કોઇ દરદીને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં લઇ જવા જણાવાય છે ત્યારે એમ્બ્યુલન્સની તાતી જરૂર પડે છે અને ટ્રોમા સેન્ટર પાસે આવી સુવિધા હોવી ખાસ જરૂરી છે. તંત્રના દાવા મુજબ ટ્રોમા સેન્ટર પાસે 2 એમ્બ્યુલનસ રખાય છે તેની જાણ પણ દરદીઓને કરાય છે. (જોકે વાસ્તવીક રીતે ત્યાં એમ્બ્યુલન્સ હાંફળા ફાંફળા દરદીઓ કે તેમના સ્વજનોને તુરંત નજરે પડે તેમ હોતી નથી). હાલ જી.જી. હોસ્પિટલ પાસે છ ચાલુ હાલતમાં એમ્બ્યુલન્સ છે જેમાં 4 હોસ્પિટલમાં, 1 ટીબીના દરદી માટે, 1 નવા બીલ્ડીંગના દરદીઓને સીફટ કરવા માટે ઉપયોગમાં લેવાયા છે. આ તમામ ઉપયોગ અંગે રજીસ્ટરમાં નોંધ કરાતી હોવાનું સુપ્રિ.એ જણાવ્યું છે.

આ સિવાય કુલ સાત એમ્બ્યુલન્સ બગડી ગયેલી ક્ધડમ છે માટે પાંચ ક્ધડમ કરી વેચાણ કરેલ છે અને બે ક્ધડમ કરેલ છે પરંતુ વેચાણ બાકી છે માટે આ સાત એમ્બ્યુલન્સની જગ્યાએ નવી લેવા માટે રૂા.70 લાખના ખર્ચની દરખાસ્ત સરકારમાં કરાઇ છે. કેમકે રોજના સાડાત્રણ હજારથી ચાર હજાર દરદીઓની ઓપીડી, 1200 જેટલા ઇન્ડોર પેશન્ટ હોઇ દરદીઓને સીફટ કરવા વધુ એમ્બ્યુલન્સની જરૂર પડે છે પરંતુ ક્ધડમ થયેલી એમ્બ્યુલન્સ સામે સરકારે હજુ સુધી નવી એમ્બ્યુલન્સ ફાળવી નથી.

Related posts

જામખંભાળિયામાં નંદઘર કચરાઘરમાં ફેરવાયું

Nawanagar Time

કલ્યાણપુરમાં અંધશ્રદ્ધામાં રૂા. 1 કરોડ ગૂમાવ્યા

Nawanagar Time

જામનગર ફેક્ટરી એસો. દ્વારા ધ્વજવંદન

Nawanagar Time

Leave a Comment