Nawanagar Time
ગુજરાત ટેક્નોલૉજી

ખંભાળિયામાં સુખી લગ્નજીવનમાં PUBGએ પલીતો ચાંપ્યો

pubg-has-been-involved-in-a-happy-marriage-in-khambhalia

પતિ સતત પબજી ગેમમાં વ્યસ્ત રહેતો હોવાથી આપઘાત કરવા પહોંચેલી પત્નીને અભયમની ટીમે માંડ માંડ સમજાવી

જામનગર:-મોબાઇલ ગેમ પબજીના કારણે બાળકો અને યુવાનોની માનસીક સ્થિતીને ગંભીર અસર થતી હોવાના આક્ષેપ અનેક વખત થયા છે. ત્યારે ખંભાળિયામાં પબજીના કારણે સુખી લગ્નજીવન તૂટતા તૂટતાં રહી ગયું હોવાનો આશ્ર્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી મોબાઇલ પર ઓનલાઇન પબજી ગેમ હવે ઘરેલુ કંકાશ માટે પણ નિમિત બની રહી હોવાનો બનાવ બહાર આવ્યો છે. જેમાં ખંભાળિયામાં રહેતો પતિ પબજી ગેમમાં વ્યસ્ત બની પુરતો સમય ન આપતો હોવાની ફરિયાદ સાથે અંતિમ પગલુ ભરવા જતી પત્નીને દોડી ગયેલી 181ની ટીમે બચાવીને પતિને સમજાવતા પરીવાર તુટતો બચ્યો હતો.

ખંભાળિયા ખાતે કાર્યરત 181ની ટીમને હેલ્પનો કોલ આવ્યો હતો જેમાં પરીણીતા આપઘાત કરવા જતી હોવાનો સંદેશો સાંપડતા જ કાઉન્સીલર દિપીકા ગામેતીપ કોન્સ્ટેબલ માનસીબેન કણઝારીયા અને પાયલોટ વિનોદ કરંગીયા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. સૌથી પ્રથમ પરિણીતાને સાંત્વના આપી શાંતિથી પુછપરછ કરતા તેણે અવાર નવાર ઘરમાં કંકાશ થતો હોવાનું જણાવ્યું હતું. તેણીએ ઉમેર્યુ હતું કે, પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ગૃહકંકાશ પણ થાય છે.

જ્યારે આ મામલે પતિ સાથે ટીમે વાતચિત કરતા પોતે મોબાઇલમાં પબજી ગેમ રમે છે. જેથી કયારેક રાત્રે પણ ઘરની બહાર રહે છે. આથી પત્નીને સમય આપી શકતો નથી. આ ઉચ્ચારણના કારણે 181ની ટીમે દંપતિને સાથે બેસાડીને સમજાવટ કરી હતી. જેમાં પતિને પણ પબજી ગેમ રમવાથી કેટલુ નુકશાન થાય છે, પરિવારને પણ સમય આપી શકતા નથી ઉપરાંત નોકરી-ધંધા પર પણ ઘ્યાન આપી શકતા નથી. જે ખરાબ ટેવના કારણે ઘર બરબાદ થતુ હોવાની સમજાવટના અંતે પતિએ પણ પોતાની ભુલ સમજાઇ ગઇ છે. હવે હું કોઇપણ ગેમ રમીશ નહી અને પત્ની તેમજ માતા-પિતા અને બાળકોને પુરતો સમય આપી નોકરી-ધંધા પર ઘ્યાન આપીશ એવી ખાત્રી આપી હતી.

Related posts

શરૂ સેકશન સેવાસદન ખાતે આવકનું પ્રમાણપત્ર મેળવવામાં અરજદારોને હાલાકી

Nawanagar Time

બાળકોની શારીરિક ક્ષમતા કેળવવા જુનિયર કમાન્ડો કેમ્પ

Nawanagar Time

નાણા ભીડના કારણે જિલ્લામાં વધતું વ્યાજ વટાવનું દૂષણ

Nawanagar Time

Leave a Comment