Nawanagar Time
જામનગર જામનગર શહેર

દ્વારકાની હોસ્પિટલમાં નર્સ-સિક્યુરિટીની દાદાગીરી સામે રોષ

દ્વારકાની સરકારી હોસ્પિટલમાં મધ્યરાત્રિએ સારવાર લેવા ગયેલાં દર્દીના પરિવાર સાથે ગેરવર્તણૂંક કરી નર્સે લાફા ઝીંકી દેતાં તેમજ સિક્યોરિટી ગાર્ડ દ્વારા લૂખ્ખાગીરી કરી પોલીસની ધમકી આપતાં આ મામલે 42 ગામના સરપંચોએ મોરચો માંડ્યો છે. બંન્ને સામે તાકિદે પગલાં ભરવા માંગ ઉઠાવી હતી. એકા’દ સપ્તાહ પહેલાં મધરાત્રિના સમયે દર્દીને લઈ પરિવારજનો દ્વારકાની હોસ્પિટલે સારવાર માટે ગયાં ત્યારે માથાફરેલી નર્સે ઉદ્ધત વર્તન કરી દર્દીના પરિવારના સભ્યને લાફો ઝીંકી દીધો હતો અને આ સમયે ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે પણ લૂખ્ખાગીરી આચરી પોલીસ પાસે માર મરાવવાની ધમકી આપતાં મામલો ગરમાયો હતો.

 

આંદોલન કરવાની પણ ચિમકી 

આ ઘટનાની જાણ થતાં દ્વારકા જિલ્લાના 4ર ગામના સરપંચોએ એકત્રિત થઈ દિવસ સાતમાં બન્ને વિરૂદ્ધ પગલાં ભરવા માંગ કરી તંત્ર વાહકોને આવેદન પાઠવ્યું હતું અને જો નર્સ અને સિક્યોરિટી ગાર્ડ વિરૂદ્ધ પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી આપી હતી. ઉલ્લેખનિય છે કે, દ્વારકાની નવનિર્મિત હોસ્પિટલ આજુબાજુના 4ર ગામો માટે સારવાર સુસૂશ્રાનું એક માત્ર કેન્દ્ર છે. આ વિસ્તારના મોટા ભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીં જ સારવાર માટે આવે છે, પરંતુ નર્સ અને સિકયોરિટી ગાર્ડ ઘરની ધોરાજી ચલાવી દાદાગીરી કરતાં હોવાના અનેક બનાવે બને છે. ત્યારે તાજેતરમાં નર્સ-સિક્યોરિટી ગાર્ડની જોડીએ કરેલા કરતૂતનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

 

આવેદનપત્ર આપવામાં આવ્યું

વધુમાં સોમવારના રોજ જે દર્દીના વાલીને નર્સ અને સિક્યોરિટી દ્વારા ગેરવણૂંક કરેલ અને પોલીસ પાસે મારમારાવાની ધમકી આપતા આ મામલે દ્વારકા તાલુકાના નાના માટા 42 ગામડાઓના સરપંચો દ્વારા દ્વારકાના અધિક્ષક ડો. ચંદારાણાને એક આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે બોધાભા ભિખાભા કેર ગોરીયારી ગામના રહેવાસી 29/7/2019 ના તેમની પુત્રી આરતીબેન ઉ વર્ષ 4 ની તબીયત ખરાબ હોવાથી 108 દ્વારા મધરાત્રે 3:28 વાગ્યે સરકારી હોસ્પીટલે લાવેલ હતા. ત્યારે અમારી પુત્રીની સારવારમાં ત્યાના સ્ટાફ દ્વારા વિલંબ કરવામાં આવેલ હતો.

 

લાફો મારીને ધમકી આપી

પુત્રીની સારવાર માટે કોઇપણ જાતની તકેદારી લેવામાં આવી ન હતી. અમોએ ત્યાના નર્સ પુજાબેન અમોને લાફો મારવારની ધમકી આપવામાં આવેલ અને સિક્યોરિટીગાર્ડ દ્વારા અમારી પાસે ગેરવર્તન કરેલ હતું ત્યારે અમો ત્યારે ફરજ પરના ડો પાસે જતા તેના દ્વારા પણ અમોને જવાબ આવેલ નતો ત્યારબાદ નર્સ અને સિક્યુરેટીગાર્ડ દ્વારા દર્દિના વાલીને કહેલ કે અમો પોલીસ બોલાવશું. પોલીસ પાસે માર મરાવશું એવી ધમકી આપતા અમો સારવાર માટે ખાનગી દવાખાનમાં મારી પુત્રીને લઇ ગયેલ હતાં. અંતમાં આ બન્ને વિરૂદ્ધ કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી ભવિષ્યમાં બીજા દર્દીઓ સાથે આવી ઘટના ન બને તે માટે સાત દિવસમાં કાર્યવાહી કરવા માંગ કરી હતી અન્યથા સરપંચો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.

 

 

Related posts

મગફળીની આવકથી ભરાવો થતાં હાપા યાર્ડ બે દિવસ ખરીદી નહીં કરે

Nawanagar Time

દેવભૂમિ જિલ્લામાં મગફળી વાવેતર કરનારા ખેડૂતોની કફોડી સ્થિતિ

Nawanagar Time

સસ્તી લકઝુરિયસ કારના ફ્રોડસ્ટરો ભૂગર્ભમાં

Nawanagar Time