Nawanagar Time
બિઝનેસ

પુલવામા અટેક: 23 CRPF શહીદ જવાનોને મદદ કરવા SBIએ લીધો આ મોટો નિર્ણય

pulwama-attack-sbi-took-the-major-decision-to-help-23-crpf-martyrs

14મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જેના પછી સમગ્ર દેશના લોકોએ પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કર્યા. આ સાથે શહીદ થયેલા જવાનોના પરિવારની પડખે ઉભા રહેવા માટે સમગ્ર દેશના લોકોએ ફંડ પણ એકત્ર કર્યું. જ્યારે હવે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)એ શહીદ થયેલા 23 સીઆરપીએફ જવાનોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે.

ભારતીય સ્ટેટ બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે,‘શહીદ થયેલા જવાનોમાંથી 23 સીઆરપીએફ જવાનોએ બેંક પાસેથી ઋણ લીધું હતું અને બેંકે તાત્કાલિક પ્રભાવથી આ બાકીનું દેવું માફ કરવાનો નિર્ણય કર્યો છે.’ બધા સીઆરપીએફ જવાન બેંકના ગ્રાહક હતા. તેમનો પગાર એસબીઆઈમાં આવતો હતો. આ ખાતાઓ પર બેંક પ્રત્યેક સંરક્ષણ કર્મચારીઓને 30-30 લાખ રૂપિયાના વીમા કવરની સુવિધા પણ આપે છે.

આ વિશે બેંકે કહ્યું કે બેંક શહીદ જવાનોના આશ્રિતોને વીમા રકમ જલ્દી આપવા માટે ઝડપી પ્રક્રિયા હાથ ધરી છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે,‘આતંકવાદી હુમલામાં હમેશા દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકોનું શહીદ થયું ખુબજ દુખદ અને પીડાદાયક છે. એસબીઆઈએ તેમના પરિવારને રાહત આપવા માટે એક નાનકડી પહેલ કરી છે.’ બેંકે ભારતના વીરો માટે યૂપીઆઈ પણ બનાવ્યું છે તેથી અન્ય લોકો પણ તેમની મદદ સરળતાથી કરી શકે.

Related posts

લોકડાઉનને કારણે ઘણાં રાજ્યો મહેસૂલ મોરચે ભાંગી પડ્યાં

Nawanagar Time

જ્યારે રસ્તાની વચ્ચે મુકેશ અંબાણીએ નીતાને કર્યું પ્રપોઝ

Nawanagar Time

1 વર્ષમાં ‘સૌથી સસ્તુ’ થયું પેટ્રોલ, જાણો તેનું કારણ અને આજનો ભાવ..

Nawanagar Time

Leave a Comment