Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકાથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતાં પૂનમબેન માડમ

purnamben-madam-from-dwarkas-election-campaign12

પૂનમબેન માડમે વિશાળ જાહેર સભા ગજાવી: 50 જેટલા ધાર્મિક, સામાજિક અને વેપારી સંગઠન દ્વારા ટેકો જાહેર

દ્વારકા:-હાલાર પંથકમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. લોકસભામાં ભાજપના મહિલા ઉમેદવાર પૂનમબેન માડમે દેવભૂમિ દ્વારકા ખાતેથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો છે.  દ્વારકામાં યોજાયેલી જંગી જાહેરસભામાં લોકો ગામેગામથી ઉમટી પડયા હતાં. દરમિયાન હાલારના લોકપ્રિય નેતા પૂનમબેન માડમને 50 જેટલા ધાર્મિક, સામાજીક અને વેપારી સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે.

રાત્રી આઠ વાગ્યા આસપાસ શરૂ થયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક, ભાજપ પ્રદેશના નેતાઓ અભયસિંહ ચુડાસમા, યુવા નેતા ધવલ દવે, સ્થાનીક આગેવાનો દ્વારકાદાસભાઇ  (મોટાભાઇ), મનસુખભાઇ બારાઇ, ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, જીતેષ માણેક, રમણભાઇ સામાણી, પરેશ ઝાખરીયા વિગેરેની ઉપસ્થિતિમાં જાહેર સભામાં પૂનમબેનનું હજારોની જનમેદનીએ સ્વાગત કર્યુ હતું.

ગુગળી જ્ઞાતિના પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહીત તથા દ્વારકાધીશ મંદિરના પુજારી જયેશભાઇ ઠાકરએ પૂનમબેનને વિજયી ભવ: ના આર્શીવાદ આપી દ્વારકાધીશજીના ઉપ વસ્ત્રથી સન્માન કર્યુ હતું. ખાસ કરીને દ્વારકા પાલિકાની સદસ્ય  અને શહેરના જુદા જુદા વિસ્થારમાંથી આવેલ મહિલાઓમાં પૂનમબેનને જંગી બહુમતીથી ચૂંટાવવા માટેનો અનેરો ઉત્સાહ હતો.

purnamben-madam-from-dwarkas-election-campaign12
purnamben-madam-from-dwarkas-election-campaign12
purnamben-madam-from-dwarkas-election-campaign12
purnamben-madam-from-dwarkas-election-campaign12

પૂનમબેન માડમને દ્વારકાની ધર્મપ્રેમી સંસ્થાઓના વડાઓનું સમર્થન મળ્યું છે. જેમાં ગુગળી જ્ઞાતિ સમસ્ત 505 પ્રમુખ અશ્ર્વિનભાઇ પુરોહિત, દ્વારકા લોહાણા જ્ઞાતિ પ્રમુખ રસીકભાઇ દાવડા તથા બચુભાઇ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ રમણભાઇ સામાણી, ટુર એન્ડ ટ્રાવેર્લ્સ  પ્રતિનિધિ વિનુભાઇ સામાણી, દ્વારકા શહેર સતવારા સમાજ પ્રમુખ વેરાતભાઇ તથા ટ્રસ્ટી મંડળ, સમસ્ત પ્રજાપતિ સમાજ પ્રતિનિધિ મંડળ, સમસ્ત વાલ્મીકી સમાજ પ્રતિનિધિ મંડળ, સમસ્ત રાજપૂત સમાજ પ્રદયુમનસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ રાણા, સમસ્ત વાળંદ સમાજ પ્રતિનિધિ મંડળ, સમસ્ત ભડેલા (મુસ્લિમ) સમાજ સમસ્ત પ્રતિનિધિ મંડળ, દ્વારકા શાક મારકેટ ગ્રુપ, જેન્તીભાઇ પાબારી, ધવલભાઇ ચંદારાણા,  વિગેરે, પ્રેમ પરિવાર ગુ્રપ દિવ્યપ્રકાશ ઠાકર, જીતેષ ઠાકર, દ્વારકા હોટેલ એસોસીએશન પ્રમુખ નિર્મલ સામાણી, સેક્રેટરી રવિ બારાઇ, ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, ઇશ્ર્વરભાઇ પરમાર, હિરેન ઝાખરીયા, સમસ્ત વણકર સમાજ પ્રતિનિધિ મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ પરીષદ પ્રતિનિધિ મંડળ, સમસ્ત રાજગોર સમાજ પ્રતિનિધિ મંડળ, સમસ્ત લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ પ્રમુખ રસીકલાલ વિરજી કવા, અશોક દયાળજી  ભરત કારીયા, દ્વારકા રૂપેણ બંદર વેપારી મંડળ જીતેષ જડીયા તથા સદસ્યો, દ્વારકા શહેર મહિલા મોરચો રેખાબેન રૂપારેલીયા, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ ઇશ્ર્વરભાઇ ઝાખરીયા, સમસ્ત હોળી ચોક પરિવાર વામનભાઇ ગોકાણી, રિઘ્ધિ સિઘ્ધિ ગ્રુપ મનોજભાઇ સામાણી તથા સર્વ સદસ્યો, યુવા રઘુવંશી ગ્રુપ પારસ રાયઠ્ઠઠા, મનીષ તન્ના, અર્પણા ગોકાણી, ધવલ દાવડા, અંકિત  રામાનંદી સાધુ સમાજ પ્રતિનિધિ મંડળ, દ્વારકાધીશ ઘ્વજાજી અબોટી જ્ઞાતિના ત્રિવેદા પરિવાર, સમસ્ત પરજીયા સોની સમાજ શૈલેષભાઇ ધધડા તથા ટ્રસ્ટ મંડળ, સમસ્ત ધોબી સમાજ વિમલ ચૌહાણ તથા ટ્રસ્ટી મંડળ, દ્વારકા ભયાણા ચોક ગૌ સેવા ગ્રુપ કિરીટભાઇ સીમરીયા, હરીદાસ સામાણી, દ્વારકા પટેલ સમાજ રાજુભાઇ પટેલ, મનીષભાઇ તન્ના, પારસ રાયઠઠ્ઠા પાન મસાલા  ઉપરોકત સંસ્થાઓ જાહેર સભામાં ઉપસ્થિત રહીને પૂનમબેન માડમને ટેકો જાહેર કર્યો હતો. જેનું સંચાલન ચંદુભાઇ બારાઇ, જીતેષ માણેક, વિજય બુઝડ, પરેશ ઝાખરીયા, રમેશભાઇ હેરમાએ કર્યુ હતું.

Related posts

ઝારખંડના ગર્વનર દ્વારકાધીશના દર્શને

Nawanagar Time

ખંભાળિયાની ઝવેરી બજારમાં દુકાન આગમાં ખાખ

Nawanagar Time

ગુજરાતના 60,000 થી વધુ શિક્ષકોનું ફેસબુક ‘એપ’ કનેક્શન

Nawanagar Time

Leave a Comment