Nawanagar Time
સ્પોર્ટસ

પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ

pv-sindhu-lost-in-the-first-round

વિશ્વની છઠ્ઠા નંબરની મહિલા શટલર પીવી સિંધુ બુધવારે અહીં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ છે. તેને મહિલા સિંગલ્સમાં દક્ષિણ કોરિયાની સુંગ જી હ્યૂને 21-16, 20-22, 21-18થી પરાજય આપ્યો હતો. સિદ્ધુ પેહેલા જ  ભારતની આશા પર પાણી ફરી વળ્યું છે.તો પુરૂષ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 26 ભારતીય શટલર બી સાઈ પ્રણીતે હમવતન એચએસ પ્રણોયને 21-19, 21-19થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

પુરૂષ સિંગલ્સમાં પ્રણીતે વર્લ્ડ નંબર 19 પ્રણયને હરાવવામાં 52 મિનિટનો સમય લીધો હતો. આંતરરાષ્ટ્રીય કરિયરમાં બંન્ને શટલરનો ચોથી વખત કોર્ટ પર સામનો થયો હતો. આ જીત સાથે પ્રણીતે પ્રણય વિરુદ્ધ જીત-હારનો રેકોર્ડ 2-2થી બરોબર કરી લીધો છે. પ્રણીતે આ પહેલા 2009માં સૈયદ મોદી ગ્રાન્ડ પ્રિક્સમાં પ્રણયને હરાવ્યો હતો.

Related posts

8 ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વકપ

Nawanagar Time

સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય રેલસરોનો જલવો :બે ગોલ્ડ મેડલ જીત્યા

Nawanagar Time

શિખર ધવન 100% શાકાહારી બન્યો

Nawanagar Time

Leave a Comment