Nawanagar Time
ગુજરાત જામનગર

શેઠની શિખામણ ઝાંપા સુધી..!માનવ અધિકાર અંગેના કેસના ઝડપી નિકાલ કરો: કલેકટર

quick-disposal-of-human-rights-cases-collector

જામનગર:-રાજય સરકાર અને અદાલતોને વખતો વખત ટકોર કરી હોય, માનવ અધિકાર આયોગે તાકિદ કરી હોય છતાં તે અંગેના કેસોના નિકાલ માટે અમુક વિભાગો ગંભીરતા દાખવતા ન હોવાથી છ મહિના પહેલા જિલ્લા કલેકટરે એક જ માસમાં  તમામ કેસના નિકાલ કરવા તાકીદ કરી હતી અને નિકાલ કરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધીના કહેવતની જેમ કોન્ફરન્સ હોલમાંથી નિકળીને લગત વિભાગો આ તાકિદ ભુલી ગયા તે સાવ ભુલી જ ગયા ત્યારે ફરીથી કલેકટરને યાદ આવતા (યાદ અપાવતા) ફરી તાકિદ કરી છે હવે જોઇએ બીજી  તાકિદનું શું થાય છે.

જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે માનવ અધિકાર આયોગ તરફથી મળેલ પત્રોની સમીક્ષા કરવામાં આવતાં પોલીસ વિભાગના 10 પત્રો પેન્ડીંગ છે જેનો તાત્કાલિક નિકાલ કરવો જરૂરી છે. હવે કાયમ જમાદારી કરતું તંત્ર આયોગને પણ ગાંઠતું નથી, માનવ અધિકારના ભંગ સમાન સલામતી, રક્ષણ, કાયદો વ્યવસ્થાના પાલન, બંધારણીય  ભંગ વગેરે વિષયોની ગંભીર અરજીઓ પ્રત્યે ગંભીરતા ન દાખવાતા છે..ક માનવ અધિકાર આયોગમાંથી ઉઘરાણી  થતી રહે છે.

‘નીલ’ માહિતી અંગે કલેકટરને શંકા

આ મીટીંગમાં  માનવ અધિકાર આયોગના પેન્ડીંગ પત્રોના નિકાલના મુદ્દે આગળ ચર્ચા કરતાં કલેકટરે જણાવ્યું હતું કે અમુક સરકારી કચેરીઓએ માનવ અધિકાર આયોગ અંગેના પેન્ડીંગ પત્રો કેટલા છે?  જવાબમાં ‘નીલ’ જણાવ્યું છે પરંતુ ફરીથી ખરાઇ કરી લેવી કે ખરેખર પેન્ડીંગ નથી ને ? આમ નીલ માહિતી અંગે કલેકટરને શંકા થઇ છે.

Related posts

હાપા યાર્ડમાં મગફળીની અધધ… આવક

Nawanagar Time

જામનગરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન

Nawanagar Time

થર્ટી ફર્સ્ટ પૂર્વે બૂટલેગરોને વીણી-વીણીને ઝપટે લેતી જામનગર પોલીસ: ત્રણ દરોડામાં ત્રણ શખસ ઝડપાયા

Nawanagar Time

Leave a Comment