Nawanagar Time
જામનગર

હાપા માર્કેટીંગ યાર્ડની ૧૪ બેઠકો માટે રસાકસીભરી ચૂંટણીઃ કાલે મતગણતરી

jamnagar hapa market yard

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર (હાપા માર્કેટ યાર્ડ) માં ૧૪ બેઠકો માટે આજે ચૂંટણી ચાલી રહી છે. યાર્ડમાં તમામ મતદારોએ આજે સવારથી મતદાન માટે લાઈનો લગાવી છે. હવે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ભાજપના જ બંને જુથ્થો  આમને સામને ચૂંટણી મેદાનમાં છે. અને બંનેએ જીત માટેના દાવા પણ કર્યા છે.

હાપા માર્કેટ યાર્ડની ૧૪ બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે. યાર્ડમાં ત્રણેય વિભાગ માટે કુલ ૧૩૬૭ મતદારો નોંધાયા છે. જેઓ આજે મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે.

. આ પછી આવતીકાલે સવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અહીં બે અલગ અલગ પક્ષો સામસામે ચૂંટણી લડતા નથી પરંતુ ભાજપમાં જ આંતરિક જુથવાદ વકરતા વર્તમાન અને પૂર્વ ચેરમેન સામસામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા  છે. એક તરફ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને યાર્ડના પૂર્વ ચેરમેન ચંદ્રેશ પટેલ અને તેની સામે યાર્ડના વર્તમાન ચેરમેન રાઘવજી પટેલ સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે યાર્ડમાં સત્તાનું સુકાન કોન સંભાળશે એ તો આવતીકાલે સ્પષ્ટ થશે.

Related posts

જવેલર્સ પેઢીને ઠગનાર મુંબઇથી ઝડપાયો

Nawanagar Time

તાજિયા ઠંડા, કોમી એકતા સાથે મહોર્રમ પર્વ સંપન્ન

Nawanagar Time

ભાષાદીપ સહિત નીતનવા તાલીમ ફતવા સામે પ્રા.શાળાના શિક્ષણની કફોડી દશા

Nawanagar Time

Leave a Comment