Nawanagar Time
ગુજરાત જામનગર

જાંબુડા, વાંકિયા અને બિજલકાના તળાવ રીપેર થશે : રાઘવજીભાઇ

radhavajibhai-will-be-repaired-in-the-places-of-jambuda-vankia-and-bilkalka

કેચમેન્ટ રિડિયલ કેનાલ વચ્ચે પેસેજ બનાવી તળાવ ભરવા અંગે રજૂઆતને હકારાત્મક પ્રતિભાવ

જામનગર:-જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલે જામનગર તાલુકાના જાંબુડા ગામે આવેલા પરકોલેશન ટેન્ક (અનુશ્રવણ તળાવ) તથા જાંબુડા સી.ડી.-1ના રીનોવેશન કામ, ધ્રોલ તાલુકાના બીજલકા ગામના નરશી તળાવનું પાળો તથા વેસ્ટવીયર 1-1 મીટર ઉચ્ચા કરવાનું કામ તેમજ વાંકિયા ગામના  રીપેરીંગ કામ મંજુર કરાવવા અંગે સિંચાઇ મંત્રી પરબતભાઇ પટેલને રજૂઆત કરતા ઉપરોકત ત્રણે કામો મંજુર કરાવવામાં સફળતા મળી છે.  તેમજ જોડિયા તાલુકાના બાલાચડી ગામ તળાવને કંકાવટી સિંચાઇ યોજનાના ડાબા કાંઠાની માઇનોર કેનાલ 10 દ્વારા અથવા કેચમેન્ટ એરીયામાં આવેલ રીડીયલ કેનાલ વચ્ચે પેસેજ બનાવી આ તળાવ ભરવા અંગે રજૂઆત કરતા  હકારાત્મક પ્રતિભાવ આપેલા છે. આ ઉપરના તળાવોના કામોની મંજુરી ઉપરાંત કામો તાત્કાલીક હાથ ધરવા માટે કાર્યપાલક ઇજનેર જામનગરને સુચના આપી છે. આ કામો પુર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાના તથા સિંચાઇના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે આ કામો મંજુર થવાની ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. તેવું જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય  પટેલની યાદીમાં જણાવાયું છે.

Related posts

માસ્કનો દંડ, જ્યારે સોશિયલ ડિસ્ટન્સના કલેકટર કચેરીમાં ધજાગરા

Nawanagar Time

વાંકિયા મંડળીમાં 1.62 કરોડનું ખાતર કૌભાંડ: પોલીસ ફરિયાદનો આદેશ

Nawanagar Time

હાશ… પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું… ક્યાં કેટલો ભાવ જાણી લો…

Nawanagar Time

Leave a Comment