Nawanagar Time
ગુજરાત જામનગર

બે વર્ષમાં રાઘવજીભાઈ પટેલની સંપત્તિમાં 27.90 લાખનો વધારો

raghav-ji-patels-assets-increase-by-rs-27-90-lakh-in-two-years

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પાસે કરોડોની સ્થાવર-જંગમ મિલકતો

જામનગર:-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ  સંપતિમાં બે વર્ષમાં રૂા.27.90 લાખનો વધારો થયો છે. તેઓ પાસે ખેતી સહિતની માલીકીની જમીનો અને એક મોટરકાર છે. પોતાની પાસે સોના-ચાંદીના દાગીના નથી પરંતુ તેમની પત્ની પાસે 315 ગ્રામ સોનું છે.

ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સાથે હોય મંગળવારે ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલે આ બેઠક પર ફોર્મ ભર્યુ હતું. ફોર્મ  મિલકત અને દેવાના રજૂ કરેલા એફિડેવીટમાં રાઘવજીભાઇએ બેંક ખાતા, સહકારી મંડળી સહિત રૂા.677385ની થાપણ, કાર રૂા.775438 સહિત રૂા.5045560ની સંપતિ હોવાનું દર્શાવ્યું છે. જ્યારે ખેતી સહિત રૂા.17250000ની જમીન હોવાનું દર્શાવ્યું છે. જ્યારે બેંક લોન સહિત રૂા.2065129ની આર્થિક જવાબદારી છે. 2017માં જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજીભાઇ ચૂંટણી લડયા હતાં. તે સમયે  કરેલા એફિડેવીટમાં બેંક થાપણ, મ્યુચ્યલ ફંડ, મોટરકાર, જમીન-મકાન સહિત રૂા.19505168ની સંપતિ હોવાનું દર્શાવ્યું હતું. બે વર્ષમાં રાઘવજીભાઇની સંપતિમાં રૂા.2790392નો વધારો થયો છે.

Related posts

આધારકાર્ડ સુધારા-વધારા માટે અરજદારોનો ધસારો

Nawanagar Time

કોર્પોરેટરે વીડીયો વાયરલ કર્યો: જામનગરમાં ભૂત પણ નળ ફિટીંગનું કામ કરે છે!

Nawanagar Time

દિવસ-રાત જોયા વગર પ્રજાની પડખે ઉભી રહેતી પોલીસ

Nawanagar Time

Leave a Comment