Nawanagar Time
ગુજરાત જામનગર

રાઘવજી પટેલ ભાજપથી દુ:ખી: કોંગ્રેસનો હાથ પકડે તેવા એંધાણો

raghavji-patel-is-sad-about-bjp-congress-hands-on-hand-captures

કોંગ્રેસી નેતા વિરજીભાઈ ઠુમ્મરે રાઘવજીભાઈ ભાજપથી દુ:ખી હોવાનો કર્યો સ્ફોટક ખૂલાસો: રાઘવજીભાઈ કહે છે, ‘આ મારા હિતશત્રુઓની ચાલ’

જામનગર:-જામનગર જિલ્લાના પીઢ કોંગી અગ્રણી એવા રાઘવજીભાઈ પટેલ ભાજપમાં જોડાઈ ગયાં બાદ હવે ભાજપના ‘કમળ’થી દુ:ખી-દુ:ખી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને ટોંચના વર્તુળો એવું પણ જણાવી રહ્યાં છે કે, રાઘવજીભાઈ ‘ઘર વાપસી’ કરી પુન: કોંગ્રેસનો હાથ મજબૂત બનાવે તેવો ચોખઠાં ગોઠવાઈ રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસમાં ઉથલ-પાથલ છે અને ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ વિધિવત્ રીતે કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે હવે જામનગરના દિગ્ગજ નેતા રાઘવજીભાઈ કોંગ્રેસમાં ઘર વાપસી કરે તેવા સમાચારો વહેતાં થતાં રાજકારણ ગરમાયું છે.

જાણવા મળ્યાં મુુજબ, જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ને ક્યાંક ને ક્યાંક ભાજપમાં સોરવતું ના હોવાની વાતો સમયાંતરે સામે આવતી રહે છે. એવામાં વધુ એક વખત રાઘવજી પટેલ કોંગીના દિગ્ગજ નેતાઓનો સંપર્ક કરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી ચર્ચાએ જામનગર સહીત રાજ્યના રાજકારણમા જોર પકડ્યું છે. આ સંજોગોમાં રાઘવજીભાઈ ભાજપથી નારાજ હોવાની ગવાહી આપતી ઘટનાઓ તાજેતરમાં જ ઘટી હતી. હાપા યાર્ડની સત્તાને લઈ ભાજપના જ બે દિગ્ગજો સામે-સામે આવી ગયાંની વાત પણ અછાની નથી આ સંજોગોમાં રાઘવજીભાઈ પટેલ ઘર વાપસી કરે તો નવાઈ પામવા જેવું નથી.

કોંગી નેતા વીરજી ઠુમ્મરે તો ત્યાં સુધી કહી દીધું કે, રાઘવજીભાઇ તેવોના  મિત્ર છે અને તેવોને થોડા દિવસ પૂર્વે જ રાઘવજી પટેલ મળ્યા ત્યારે તેવો ભાજપથી દુ:ખી હોવાની વાત કરીં હોવાનો દાવો ઠુમ્મરે કયો છે, વધુમાં વીરજીભાઈએ એમ પણ કહ્યું કે અન્ય કેટલાક ભાજપના નેતાઓ પણ ભાજપથી દુ:ખી છે, જે ખુલીને સામે નથી આવી શકતા, અને પીડાઈ રહ્યા છે.

જો કે, આ મુદ્દે રાઘવજીભાઈ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ આ વાતને નકારી કાઢીને રદિયો આપતા કહ્યું કે આ મારા હિતશત્રુઓની ચાલ છે, હું કોઈ કોંગ્રેસના નેતાઓને મળ્યો નથી, હવે ખરેખર આ ચાલ છે કે પછી ચૂંટણી આવી રહી છે. ત્યારે રણનીતિનો એક ભાગ તે આવનાર સમયમાં સ્પષ્ટ થઇ જશે.

Related posts

જામનગર લોકસભા સીટ કોંગ્રેસની જ બનશે: હાર્દિક પટેલ

Nawanagar Time

જામનગરમાં આવવા માટે બપોર સુધીમાં 800 વાહનો આવી ગયા

Nawanagar Time

જામનગરના યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો: પ્રેમિકાના ભાઈ દ્વારા હુમલો

Nawanagar Time

Leave a Comment