Nawanagar Time
ગુજરાત જામનગર

રાઘવજી પટેલની દાવેદારીથી ભાજપમાં ભડકો

raghavji-patels-swearing-in-bjp

ઘરના  છોકરા ઘંટી ચાટે તેવા ઘાટ વચ્ચે જામનગર ગ્રામ્ય બેઠકમાં કોંગ્રેસના આયાતી રાઘવજી પટેલ હારવા છતાં દાવેદારીથી શિસ્તબદ્ધ  આક્રોશ: લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી વખતે જ ભાજપના દિગ્ગજ નેતાઓ સમસમી ઉઠ્યા

જામનગર:-લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણી માટે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપે સંભવિત ઉમેદવારો પસંદ કરવા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે જ જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં કોંગ્રેસી મૂળના રાઘવજી પટેલની દાવેદરીથી ભાજપમાં ભડકો થયો છે, જો કે શિસ્તબદ્ધ  હાલ તો સમસમીને બેઠા છે પરંતુ જો રાઘવજી પટેલને ટિકિટ મળે તો વિસ્ફોટક સ્થિતિ સર્જવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આગામી 23 એપ્રિલ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અને 77- ગ્રામ્યની વિધાનસભા પેટાચૂંટણીને લઈ ભાજપના નિરીક્ષક મનસુખ માંડવિયા, રમણભાઈ વોરા અને બીનાબેન આચાર્યએ ગત અઠવાડિયે સેન્સ પ્રક્રિયા હાથ ધરતા જામનગર  જિલ્લામાં ભાજપને મજબૂત કરવા માટે દિવસ રાત એક કરનાર ડો. વિનોદ ભંડેરી, ડો.પી.બી.વસોયા, વિપુલ ચંદ્રેશભાઈ પટેલ અને દિલીપસિંહ ચુડાસમાએ 77 – જામનગર ગ્રામ્ય બેઠક લડવા દાવેદારી નોંધાવી હતી તો બીજી તરફ કોંગ્રેસી મૂળના રાઘવજી પટેલે પણ ટેકેદારો સાથે દાવેદારી નોંધાવતા જામનગર ગ્રામ્ય બેઠક જાળવી રાખવા રાઘવજીભાઈને ટિકિટ અપાઈ તેવા  મળી રહ્યા છે.

77- જામનગર ગ્રામ્ય બેઠક ઉપર કોંગ્રેસી મૂળના રાઘવજી પટેલની દાવેદારીને કારણે શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં હાલમાં ભડકા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે આ અગાઉ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ જૂથ અને રાઘવજી પટેલ જૂથ હાપા માર્કેટિંગ યાર્ડની સત્તાની સાઠમારીમાં સામ-સામે આવી જઈ અસ્તિત્વની લડાઈ લડી ચૂક્યા  જેમાં કાનૂની દાવ ખેલી રાઘવજી પટેલનો ‘હાથ’ ઉપર રહેતાં માજી સાંસદ ચંદ્રેશ પટેલ જૂથ સમ-સમીને બેસી મોકાની રાહમાં હતું.

દરમિયાન જામનગર ગ્રામ્યની બેઠક ઉપર રાઘવજી પટેલની દાવેદારીથી ભાજપમાં અત્યારથી જ ગણગણાટ શરૂ થઈ ગયો છે અને ઘરના છોકરા ઘંટી ચાટે અને કોંગ્રેસના આયાતીને આંટો જેવી કહેવતો ભાજપમાંથી સંભળાઈ રહી

નોંધનીય છે કે 77 – જામનગર ગ્રામ્ય બેઠક માટે દાવેદારી કરનાર દાવેદારો પૈકી  ડો. વિનોદ ભંડેરી, ડો.પી.બી.વસોયા, વિપુલ ચંદ્રેશભાઈ પટેલ અને દિલીપસિંહ ચુડાસમા સહિતના આગેવાનો મૂળ જામનગરના છે ઉપરાંત તેઓ પાર્ટીના વફાદાર સૈનિકો છે તો સમાપક્ષે રાઘવજી પટેલ ધ્રોલના છે જેથી આયાતી ઉમેદવારના લેબલ ઉપરાંત મૂળ કોંગ્રેસના હોવા છતાં  ટિકિટની લ્હાણીનો લાભ મળવા ઉપરાંત તેઓ હાપા યાર્ડમાં મોભાદાર હોદા ઉપર હોય ભાજપના આગેવાનોમાં અત્યારથી જ આગના લાબકારા દેખાઈ રહ્યા છે.

જો કે, ભાજપની પ્રદેશ અને કેન્દ્રિય નેતાગીરી આ બધું જાણતી હોવા છતાં પણ જામનગરમાં કોંગ્રેસી મૂળના અને આયાતી એવા રાઘવજી પટેલનું કદ ધીમે-ધીમે વધી રહ્યું હોય ભાજપના ચૂસ્ત  અને જૂના જોગીઓમાં નારાજગી જોવા મળે તે સ્વાભાવિક જ છે અને આમ છતાં પણ જો 77 – ગ્રામ્યની ટિકિટ મેળવવામાં રાઘવજી પટેલ સફળ રહેશે તો ભાજપના શિસ્તબદ્ધ સૈનિકો ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરવાના મૂડમાં હોવાના પણ અણસારો સાંપડી રહ્યા છે.

Related posts

પ્રથમ કોરોના પૉઝિટીવ કેસ નોંધાતા દરેડમાં કિલ્લેબંધી

Nawanagar Time

પોરબંદરના દરિયામાં દિલધડક ઓપરેશન : 9 ઇરાની ઝડપાયા

Nawanagar Time

જામનગર જિલ્લામાં માવઠાથી 1,95,994 હેકટરમાં નુકસાન

Nawanagar Time

Leave a Comment